ગુજરાત

gujarat

ETV Bharat / city

14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે, ડાયાબિટીસને કાબૂમાં રાખવા શું કરશો? - Ahmedabad

દર વર્ષે 14 નવેમ્બરે ફ્રેડરિક બેનટીંગના જન્મદિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1922માં 2 વૈજ્ઞાનિકોએ ઇન્સ્યુલિનની શોધ કરી હતી તેમાંના એક વૈજ્ઞાનિક ફ્રેડરિક બેનટીંગ હતા. તેમની સ્મૃતિમાં વર્ષ 1991થી જન્મ શતાબ્દીએ WHO (WORLD HEALTH ORGANISATION) અને IDF(INTERNATINAL DIABETES FEDERATION) દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવાનું શરૂ કર્યું. જેનો હેતુ લોકો વચ્ચે ડાયાબિટીસ અંગે જાગૃતતા લાવવાનો છે.

14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે, ડાયાબિટીસને કાબૂમાં રાખવા શું કરશો?
14 નવેમ્બર વર્લ્ડ ડાયાબિટીસ ડે, ડાયાબિટીસને કાબૂમાં રાખવા શું કરશો?

By

Published : Nov 14, 2020, 5:12 AM IST

  • ગુજરાતીઓ ગળ્યું ખાવાના વધુ શોખીન હોય છે
  • ડાયાબિટીસના લક્ષણો દેખાય તો નિયમિત તપાસ કરવી જોઈએ
  • 30 મિનિટની કસરત બેસ્ટ ઉપચાર છે

અમદાવાદ: દર વર્ષે 14 નવેમ્બરે ફ્રેડરિક બેનટીંગના જન્મદિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1922માં 2 વૈજ્ઞાનિકોએ ઇન્સ્યુલિનની શોધ કરી હતી તેમાંના એક વૈજ્ઞાનિક ફ્રેડરિક બેનટીંગ હતા. તેમની સ્મૃતિમાં વર્ષ 1991થી જન્મ શતાબ્દીએ WHO (WORLD HEALTH ORGANISATION) અને IDF(INTERNATINAL DIABETES FEDERATION) દ્વારા વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવાનું શરૂ કર્યું. જેનો હેતુ લોકો વચ્ચે ડાયાબિટીસ અંગે જાગૃતતા લાવવાનો છે.

ડાયાબિટીસ થવાના કારણો

ડાયાબિટીસએ એક લાઈફ સ્ટાઈલ ડીસઓર્ડર છે. જીવનશૈલીની અનિયમિતતાને કારણે થતો રોગ છે. ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં જોઇએ તો આપણા રાજ્યમાં પણ ડાયાબિટીસના ઘણાં દર્દીઓ જોવા મળે છે. આપણે ગુજરાતીઓ ખાવાપીવાના શોખીન છીંએ વિશેષ કરીને મધુર વસ્તુ ગુજરાતીઓની પ્રિય હોય છે, આ ઉપરાંત ગુજરાતીઓ બિઝનેસ કોમ્યુનિટી તરીકે ઓળખાય છે. એટલે કે, વધુ પડતું કામ મગજે કરવાનું શારીરિક શ્રમ બહુ ઓછો કરે ઉપરાંત ધંધાકીય સ્ટ્રેસ પણ રહે પરિણામે ગુજરાતીઓમાં ડાયાબિટીસનું પ્રમાણ ખૂબ જ ઝડપી વધી રહ્યું છે.

ડાયાબિટીસના મુખ્ય લક્ષણો

વારંવાર મૂત્રપ્રવૃત્તિ થવી, વધુ ભૂખ લાગવી, વધુ પડતી તરસ લાગવી, વજન ઘટી જવું, થાક લાગવો વગેરે લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત ડાયાબિટીસના કોમ્પ્લીકેશન્સ ઘણીવાર પ્રાણઘાતક નીવડી શકે છે.

નિદાન કરવા શું કરવું?

વહેલી તકે ડાયાબિટીસની તપાસ કરાવી ખૂબ જ જરૂરી બને છે. જેમાં fasting blood glucose એટલે કે ભૂખ્યા પેટે લોહિમાં સુગરની તપાસ, postprandial blood glucose જમ્યા પછી લોહીમાં ગ્લુકોઝની તપાસ, random blood sugar જેવા લોહીના પરીક્ષણથી ડાયાબિટીસનું નિદાન કરી શકાય છે. આ ઉપરાંત HBA1C એટલે કે glycosylated hemoglobin જેવા પરીક્ષણથી 3 માસની સરેરાશ blood glucoseની તપાસ પણ કરી શકાય છે.

ડાયાબિટીસના પ્રકારો

ડાયાબિટીસના મુખ્યત્વે 2 પ્રકાર જોવા મળતા હોય છે. જેમાં ટાઈપ પણ ડાયાબિટીસ એટલે કે ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ diabetes mellitus અને ટાઇપ ટુ ડાયાબિટીસના એટલે કે non insulin dependent diabetes mellitus. આપણા શરીરમાં પેનક્રિયાસ નામના અવયવો હોય છે કે જેમાંથી ઇન્સ્યુલિનનું અંતઃસ્ત્રાવ રિલીઝ થતો હોય છે. આ ઇન્સ્યુલિન blood glucoseને કંટ્રોલમાં રાખતાં હોય છે, જે અવસ્થામાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થઈ જાય તેને સામાન્ય રીતે આપણે ટાઈપ વન એટલે કે iddm તરીકે ઓળખીએ છીંએ, જ્યારે એવી અવસ્થા છે કે જેમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન તો યોગ્ય માત્રામાં થાય છે, પરંતુ શરીરના સેલ્સ એટલે કે કોષ સાથે તે બરાબર જોડી નથી શકાતું તેને ટાઈપ 2 એટલે કે નોન ઈન્સ્યુલીન ડિપેન્ડન્ટ diabetes mellitus તરીકે ઓળખવામાં આવે છે.

આયુર્વેદ અને ડાયાબિટીસ

ડાયાબિટીસને આયુર્વેદમાં મધુમેહ રોગ તરીકે ઓળખાય છે. જેનું મુખ્ય નિદાન આસ્ય સુખમ સ્વપ્ન સુખમ હાસ્ય એટલે બેઠાડું જીવનશૈલી પસંદ કરવાવાળા લોકો અને વધુ પડતી નિદ્રાનું સેવન કરવાવાળા લોકો ઉપરાંત જે લોકો દૂધ કે દૂધની બનાવટોનો, નવા ધાન્યનો, પિષ્ટ અન્ન એટલે કે મેંદાની બનાવટો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે તેવા લોકોને આ મધુમેહ રોગ થાય છે. આયુર્વેદમાં ડાયાબિટીસની એટલે કે મધુમેહની ચિકિત્સા જો વહેલી તકે શરૂ કરવામાં આવે તો તેને ચોક્કસપણે મટાડી શકાય છે.

ડાયાબિટીસમાં અસરકારક ઔષધો

આ મધુપ્રમેહને રોગમાં વિવિધ ઔષધો જેવા કે ગળો, આમળા, હળદળ, લીમડો, મેથી, કારેલા, શીલાજીત, વિજયસાર, ગોખરુ, ઉપરાંત ઔષધીયયોગો જેવા કે ચંદ્રપ્રભાવટી, મામેજવા ઘનવટી, ત્રિફળા ચૂર્ણ, રસાયન ચૂર્ણ, વસંતકુસુમાકર રસ જેવાં ઔષધો વૈદ્યની સલાહ અનુસાર લઈએ તો ડાયાબિટીસને ચોક્કસપણે મટાડી શકાય છે અથવા કાબૂમાં રાખી શકાય છે. માત્ર ઔષધોથી જ ડાયાબિટીસ મટી જશે એવું નથી. ડાયાબિટીસ એક લાઈફ સ્ટાઈલ ડિસીઝ છે. મતલબ આપણી જીવનશૈલીમાં બદલાવ લાવો ખૂબ જ જરૂરી છે. તેમાં દવાની સાથે તેટલું જ મહત્વ પરેજીનું પણ છે, કસરતનું પણ છે. તેથી ખોરાકમાં ઘંઉની જગ્યાએ જઉ લેવા વધુ હિતાવહ છે. એક વર્ષ જૂના ચોખા ખાવાથી ડાયાબીટીસ કાબૂમાં રાખી શકાય છે, કપાસિયા સનફ્લાવર કે rice bran oilની જગ્યાએ જો સરસિયાનું તેલ અથવા તલનું તેલ લેવામાં આવે તો ડાયાબિટીસ ઉપર જલ્દીથી કાબૂ મેળવી શકાય છે.

ખોરાક લેવામાં શુ ધ્યાનમાં રાખવું જોઈએ?

ખોરાકમાં દૂધ કે દૂધની બનાવટ, ગોળ, મેંદાની વસ્તુઓ, નવું ધાન્ય વગેરેનો ત્યાગ કરવો હિતાવહ છે. આ ઉપરાંત નિયમિત કસરત કરવી ખૂબ જરૂરી છે. ડાયાબિટીસને મટાડવા માટે આયુર્વેદમાં કૂવા ખોદવાનુ કહ્યું છે, અર્થાત ખૂબ જ પરિશ્રમ કરવો જરૂરી છે. એટલે કે, નિયમિત આપણે કસરત કરવી જોઈએ. આ ઉપરાંત ઊંઘ પણ યોગ્ય પ્રમાણમાં લેવી ખૂબ જરૂરી છે, સ્ટ્રેસથી પણ ડાયાબિટીસ ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ હોય છે. જેથી જેટલી બને તેટલી ચિંતાનો ત્યાગ કરવો જોઈએ તથા યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ.

નવા વર્ષે સંકલ્પ

દર વર્ષે આપણે નવા વર્ષે કોઈક રિઝોલ્યુશન લેતા હોઈએ છીંએ તો આ દિવાળીના પળે આપણે ડાયાબિટીસને કાબૂમાં રાખવાનું રિઝોલ્યુશન લઈએ કે જેમાં આપણે સૌ નિયમિત ઓછામાં ઓછી દૈનિક 30 મિનિટ કસરત કરવાનું રિઝોલ્યુશન લઈએ. ખોરાક ઉપર કાબૂ રાખવાનું રિઝોલ્યુશન લઈએ અને ખાસ કરીને નાના બાળકો કે જેઓને મોબાઈલ, ટીવી અને કોમ્પ્યુટરની લત પડી ગઈ છે. દિવસના કલાકો તે મોબાઈલ પાછળ વ્યતીત કરે છે, તો તેમને મોબાઈલ છોડાવી આઉટડોર એક્ટિવીટી ગેમ્સ માટે પ્રેરિત કરીએ. આપણે પણ દિવસમાં એક વાર લિફ્ટ ન વાપરી અને પગથિયાનો ઉપયોગ કરીએ, વોકિંગ શરૂ કરીએ. જેથી આવનારા સમયમાં આપણે ડાયાબિટીસને વધતો અટકાવી શકીએ.

ABOUT THE AUTHOR

...view details