અમદાવાદઃ મ્યૂનિસિપલ અધિકારીઓના ધ્યાન ઉપર એવી એક બાબત આવી હતી કે, અમુક ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હાઉસ કીપિંગ, સ્ટાફ નર્સ અને ફાર્માસિસ્ટ સહિતના સ્ટાફ દ્વારા કોવિડના પેશન્ટની સારવાર કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. કેટલાક રજા ઉપર પણ ઉતરી ગયાં હોવાની બાબત ધ્યાનમાં આવી હતી. બાદમાં મ્યુનિ.દ્વારા એમઓયુ કરવામાં આવેલી હોસ્પિટલોના સંચાલકો પાસેથી આવા કર્મચારીઓ અંગેની વિગત મગાવી હતી.
પેશન્ટને સારવારની ના પાડતી ત્રણ ખાનગી હોસ્પિટલને મ્યુનિસિપલ કોર્પોરેશનની નોટિસ - ઈટીવી ભારત
કોરોના મહામારીમાં દર્દીઓની સારવાર કરવાનો ઈન્કાર કરનાર ત્રણ ખાનગી હોસ્પિટલોના 50 કર્મચારીઓને મ્યુનિ.દ્વારા એપેડેમિક એકટ હેઠળ નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાના પેશન્ટોને સારવાર મળે એ હેતુથી મ્યૂનિસિપલ દ્વારા એમઓયુ કરવામાં આવ્યાં છે.
પેશન્ટની સારવારની ના પાડતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્રણ ખાનગી હોસ્પિટલોને નોટિસ
આ કર્મચારીઓએે ચોકકસ કયા કારણોસર કોવિડ પેશન્ટોની સારવારનો ઇનકાર કર્યો હતો તે અંગે નોટીસ ફટકારી હોવાનું મ્યૂનિસિપલ કોર્પોરેશનના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.