અમદાવાદઃ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 2 જાન્યુઆરી 2020ના રોજ ઈંટ ભઠ્ઠામાં કામ કરતા કામદારો માટે લઘુતમ વેતન મેળવવા દરેક વ્યક્તિએ દિવસની 1100 ઈટ બનાવવા નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જે અંગે મહાત્મા ગાંધી લેબર ઈન્સ્ટિટ્યુટ દ્વારા કરાયેલ ટાઈમ મોશન સ્ટડીના આધારે પતિ-પત્ની બે વ્યક્તિ દિવસના 980 ઈંટ બનાવી શકે છે.
ઈંટ-ભઠ્ઠાના મજૂરોના પ્રશ્ન અંગે હાઇકોર્ટેની સરકારને નોટિસ - શ્રમ અને રોજગાર વિભાગ
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈંટ ભઠ્ઠામાં કામ કરતા કામદારો માટે લઘુત્તમ વેતન મેળવવા દર વ્યક્તિ દિઠ દિવસના 1100 ઈંટ બનાવવા નોટીફિકેશન બહાર પાડ્યું હતું, જે અંગે ઈંટ ભઠ્ઠા મજદૂર યુનિયનને હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જે અંગે હાઇકોર્ટ દ્વારા સરકારને પણ નોટિસ પાઠવવામાં આવી છે.

ઈંટ-ભઠ્ઠાના મજૂરોના પ્રશ્નોને લઈને હાઇકોર્ટેની સરકારને નોટિસ
ઈંટ-ભઠ્ઠાના મજૂરોના પ્રશ્ન અંગે હાઇકોર્ટેની સરકારને નોટિસ
આ નોટીફિકેશનમાં વ્યક્તિ દીઠ 480ની જગ્યાએ 1100 ઈંટ બનાવવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જેના દ્વારા 6ઠ્ઠાના કામદારોને લઘુતમ વેતન ધારા પ્રમાણેનું વેતન બળજબરી પૂર્વક કામ કરાવી તેમની હાલત દયનીય સ્થિતિમાં છે. જેને સરકાર દ્વારા કાયદેસર કરવામાં આવ્યું છે. જેના વિરોધમાં હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.
ઈંટ ભઠ્ઠા મજદૂર યુનિયન દ્વારા કરવામાં આવેલી અરજીને પગલે હાઇકોર્ટ દ્વારા સરકારને નોટિસ પાઠવવામાં આવી છે. આગામી સમયમાં સરકાર દ્વારા આ મામલે કેવા પ્રકારનો રજૂ કરવામાં આવે છે તે જોવું રહ્યું.
Last Updated : Oct 15, 2020, 7:22 PM IST