અમદાવાદ : દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા અમદાવાદ (Jagannath Rathyatra 2022) શહેર માંથી નીકળે છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ કરીને જે રૂટ પર ભયજનક મકાનો હતા. તેવા કુલ 326 મકાનોને નોટિસ (AMC Rathyatra Operation) પાઠવવામાં આવી છે. જ્યારે બીજા 20 જેટલા મકાનો પાડી દેવામાં આવ્યા છે.
પોળના મકાનો વધારે ભયજનક -અમદાવાદમાં રથયાત્રા મોટાભાગનો રૂટ પોળમાંથી નીકળે છે. ત્યારે તે રસ્તા સાંકડા હોવાને કારણે સમસ્યા ઉભી થાય છે. જ્યારે બીજી બાજુ અમદાવાદ શહેર હેરિટેજ તો છે. પરંતુ, પોળની અંદર આવેલા મકાનોના માલિક અહીંયા રહેતા ન હોવાને કારણે મકાનનું યોગ્ય રીનોવેશન થતું ન હોવાને કારણે (Ahmedabad Rathyatra 2022) મકાનો હાલત ખરાબ જોવા મળી રહી છે. રથયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારે મુશ્કેલી ન સર્જાય તે માટે 326 જેટલા મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો :ભગવાન જગન્નાથને આંખે પાટા બાંધવાની અનોખી રસમ, 5 દિવસ સુધી ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન નહીં કરી શકે