- ચોક્કસ વળતર ન મળતા ગ્રાહક પહોચ્યો ક્નઝ્યુમર કોર્ટમાં
- એક જ મહિનામાં ટૂ વ્હીલર ખરાબ થતા વળતરની કરી હતી માંગણી
- કોર્ટે ડિલરને 5 હજારનો દંડ ફટાકાર્યો
અમદાવાદ: શહેરમાં રહેતા વિનોદભાઈ રાઠોડ પોતાનું જૂનું ટુ વહીલર આપી નવી મેસ્ટ્રો 58 હજારના ખર્ચે ખરીદી હતી. જેમાં એક મહિનાની અંદર તકલીફ આવતા વિનોદભાઈ પોતાનું વાહન પાછું કરી ચૂકવેલા પૈસાની માંગણી કરી હતી, પરંતુ ડિલરે પુરા પૈસા ન ચૂકવતા માત્ર 45 હજાર જ ચૂકવ્યા હતા. આ સામે અમદાવાદની કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે આ કેસમાં સંપૂર્ણ પૈસા 8 ટકાના વ્યાજ સાથે અને રૂપિયા 5 હજારનો દંડ કર્યો હતો.
1 મહિનામાં વાહનમાં તકલીફ
વિનોદ ભાઈએ 2013માં ટુ વ્હિલર લીધુ હતું. થોડા સમય પહેલા નવું ટૂ વ્હિલર લેવા માટે આર કે ઓટો નામના એકમના ડીલર પાસેથી પોતાનું જૂનુ ટુ વ્હીલર 30 હજાર અને વધારાના પૈસા 28 હજાર ચૂકવી કુલ 58 હજારના ખર્ચે નવું વાહન ખરીદ્યુ હતું, પણ વાહનમાં એક જ મહિનામાં તકલીફ આવતા વિનોદભાઈએ વાહન રિપ્લેસ કરવા અથવા વોરંટી અંતર્ગત સામેલ કરવા રાજૂઆત કરી હતી. ડિલર દ્વારા આ બંને મંગણીઓમાંથી એક પણ માગ સ્વીકારી નહોતી તો વિનોદભાઈએ રોકડ રકમની માગ કરી હતી. ડિલરે તેની સામે માત્ર 45 હજાર ચૂકવ્યા અને એક મહિના વાહન વપરાયુ હોવાથી પુરા પૈસા ન મળે તેવુ બહાનું કાઢ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદ: બનાવટી દાખલા અને આધારકાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ