- રાજ્ય સરકાર માત્ર 1 રૂપિયામાં નાગરિકોને માસ્ક આપશે
- કોરોના મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનુ નિવેદન
- રાજ્ય અને દેશમા 10 દિવસથી કોરોના દર્દીની સંખ્યા વધી
- રાજ્યમાં અનેક જગ્યાએ બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છેઃ નાયબ મુખ્યપ્રધાન
અમદાવાદઃ જિલ્લાના અમદાવદ શહેરમાં દર્દીઓને દાખલ કરવા માટે કોરોનાની કોવિડ હોસ્પિટલ અલગ હોવી જોઇએ. અત્યાર સુધી પ્રથમ ફેઝમાં સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં મોટાભાગના દર્દીઓને દાખલ કરવામાં આવતા હતા. વેન્ટિલેટર, ICU સહિતની તમામ પ્રકારની સારવાર આપી સેંકડો દર્દીઓની ઘરે પરત પણ મોકલ્યા હતા. બીજા ફેઝમાં મોટા પ્રમાણમાં દર્દીઓ અમદાવાદ શહેરમાં વધી રહ્યા છે ત્યારે જે બેડ પહેલા હતા તેમાં વધારો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.
આ પણ વાંચોઃ ફાયર વિભાગમાં 6 ઓફિસર સહિત 11 કોરોના પોઝિટિવ
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સિવિલ હોસ્પિટલ, મેડિસિટિ કેમ્પસની મુલાકાતે આવ્યા
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સિવિલ હોસ્પિટલ, મેડિસિટિ કેમ્પસની મુલાકાતે આવ્યા હતા. નીતિન પટેલે હોસ્પિટલમાં પથારીની વ્યવસ્થા અંગે જણાવતા કહ્યુ કે, મંજુશ્રી કિડની હોસ્પિટલનું જે બિલ્ડિંગ બની ચુક્યુ છે તેમાં કોરોનાની સારવાર માટે 418 બેડની વ્યવસ્થા કરેલી હતી પરંતુ તે વખતે જોગાનુજોગ કોરોનાનું સંક્રમણ ઘટ્યુ એટલે એ વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડ્યો ન હતો. હવે સંક્રમણ વધ્યુ છે ત્યારે સિવિલ હોસ્પિટલને તેનું મેનેજમેન્ટ સોપવામાં આવ્યું છે. કિડની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. બીજી 208 બેડની વ્યવસ્થા 4-5 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.
કઈ હોસ્પિટલમાં કેટલા બેડ વધારવામાં આવ્યા?
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ છે જેની કુલ કેપેસિટી 1,000 પથારીની છે પણ અત્યાર સુધી ત્યા 500 પથારી કોરોનાના દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી હતી અને 500 પથારી અન્ય રોગના દર્દીની સારવાર માટે ત્યા રાખવામાં આવી હતી. કોરોનાના દર્દીઓને વધુ સારી સારવાર પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, SVPમાં 500 કોરોનાના દર્દીની કેપેસિટી હતી તે 4-5 દિવસમાં વધારી 1000 પથારી કરવામાં આવશે. 500 પથારી અન્ય રોગના દર્દીની સારવાર માટે વાપરવામાં આવતી હતી તે અત્યારે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે. SVPમાં અન્ય રોગના દર્દી સારવાર લઇ રહ્યા છે તેમણે તબક્કાવાર રજા આપવામાં આવશે.
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, એસ. એમ. શાહ હોસ્પિટલ મેડિકલ કોલેજ છે તે મેડિકલ કોલેજની 240 પથારી રાજ્ય હસ્તક લેવામાં આવી છે અને મેડિકલ કોલેજની 240 પથારીમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવશે. ચામુંડા બ્રિજ પાસે ગુજરાત કેન્સર સોસાયટીની હોસ્પિટલ છે તેમાં 160 પથારી ગઇકાલે તેમણે ઓર્ડર કરી રાજ્ય સરકાર, કોર્પોરેશન હસ્તક મેળવી લીધી છે ત્યા પણ કોરોનાના 160 દર્દી દાખલ કરી તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ છે, તેમાં હદય રોગના દર્દીઓની સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. રાજ્યમાંથી 700 જેટલા હદય રોગના દર્દીઓની સારવાર ચાલુ છે. પણ સદનસીબે નવુ બિલ્ડિંગ બનાવ્યુ તેના કારણે હોસ્પિટલની કેપેસિટી પથારીઓની વ્યવસ્થા વધારી શક્યા છીએ.130 પથારી યુ. એન. મહેતા હોસ્પિટલમાં વધારવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં શનિ-રવિ બધા મોલ અને થિયટર્સ બંધ, કોરોના સંક્રમણ વધતા તંત્રએ લીધો નિર્ણય
175 પથારીની વ્યવસ્થા કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે
હાલ યુ. એન. મહેતામાં જે દર્દીઓની સારવાર ચાલુ છે તે ઉપરાંતની પથારીઓ વધશે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જે કેન્સર હોસ્પિટલ છે જે નવુ બિલ્ડિંગ બન્યુ છે. તેમાં કેન્સરના દર્દીઓની સારવાર ઉપરાંત કોરોનાના દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરતા હતા. તેમને પણ નવા બિલ્ડિંગમાં 100 પથારી વધારવાની સૂચના આપવામાં આવી છે. 175 પથારીની વ્યવસ્થા કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે. આ રીતે બધુ જોઇએ તો મેડિસિટ કેમ્પસ, મંજુશ્રી બિલ્ડિંગ પણ આવી જાય તેમાં 1232 કોરોનાના દર્દીઓની સારવાર કરી શકાય તેવી વ્યવસ્થા રાજ્ય સરકારે ઉપલબ્ધ કરાવી છે. અત્યારે હાલ 1200 બેડની જૂની અને સેવા કરી ચુકેલી હોસ્પિટલ છે તેમાં 300 વેન્ટિલેટર છે, 31 વેન્ટીલેટર ખાલી છે. બીજી હોસ્પિટલમાં પણ વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. અમદાવાદ શહેરમાં કે સમગ્ર ગુજરાતમાં ખાનગી ડોક્ટરના નર્સીગ હોમમાં છે. જેમાં ICUનથી, વેન્ટિલેટરની વ્યવસ્થા નથી, તેવા નર્સીગ હોમમાં પણ કોરોનાના દર્દીઓની પ્રાથમિક સારવાર કરવાની સૂચના આપી છે.