ગુજરાત

gujarat

ETV Bharat / city

CNG કીટના આ નિયમો જાણીને જ તમારા વાહનોમાં ફીટ કરાવજો, બાકી થશે આ કાર્યવાહી... - અમદાવાદ RTO

RTO વિભાગ દ્વારા દ્વારા CNG કીટ ફીટિંગને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ RTO તરફથી મહિતી મળી હતી કે, વાહનોમાં નિયમ વિરુદ્ધ CNG કીટ ફીટ કરનારા લોકો સામે RTO દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે કંપની ફીટિંગ વાહનોમાં જ CNGની માન્યતા આપવામાં આવી છે.

By

Published : Aug 26, 2021, 3:22 PM IST

  • નિયમ વિરુદ્ધ આડેધડ CNG કીટ ફીટ કરનાર સામે RTOની લાંલ આંખ
  • RTOએ જાહેર કર્યું કે, કંપની ફીટિંગ વાહનોમાં જ CNGની માન્યતા અપાશે
  • બજારમાંથી જૂના મોડ્યુલમાં જ કીટ ફીટ કરી શકાશે

અમદાવાદ : વધતા જતા પેટ્રોલ ડિઝલના ભાવને લઈને લોકો ત્રાહિમામ છે, ત્યારે અમદાવાદ RTO વિભાગ દ્વારા CNG કીટને લઈને નિયમો બહાર પાડવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વાહનોમાં આડેધડ કીટ ફીટ કરાવનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, કંપની ફીટિંગ વાહનોમાં જ CNG કીટની પરવાનગી આપવામાં આવી છે. RTO દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો માન્યતા વગરના વાહનોમાં કીટ ફીટ કરવામાં આવશે તો તેના પર કાયદેશરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:રાજ્ય સરકારને હાઇકોર્ટનો ઝટકો: ધર્મ સ્વતંત્રતા કાયદાની કલમ 5 પર સ્ટે યથાવત, કોર્ટે રાજ્ય સરકારની ફગાવી અરજી

બળતણ કરીકે CNGનો ઉપયોગ રાહતભર્યો

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ ડિઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, તેવા સમયે વાહનોમાં બળતણ કરીકે CNGનો ઉપયોગ રાહતભર્યો બન્યો છે, આપને જણાવી દઈએ કે કોઈ પણ કંપની પોતાના વાહનોમાં માન્ય એન્જીનમાં જ CNG કીટ ફીટિંગ કરતી હોય છે. આ કીટ ફીટ કરીને કંપનીઓ બજાર કિંમત કરતા વધુ કિંમત વસૂલ કરતી હોય છે. આ નિયમથી સ્પષ્ટ થાય છે કે, જે કંપનીઓ નવા મોડ્યુલમાં CNG ફીટીગ નથી આપતી, તેમાં પાછળથી કીટ ફીટ કરવાની કોઈ પરવાનગી મળશે નહીં. નિયમ છોતરા ઉડાવીને આડેધડ BS6 એન્જીનમાં CNG ફીટ કરનારા લોકો સામે RTO કાર્યવાહી કરશે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં ભૂકંપ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0 નોંધાતા પાલનપુર સહિતનાં વિસ્તારોમાં પણ અનુભવાયા હલકા આંચકા

ABOUT THE AUTHOR

...view details