અમદાવાદઃ શહેરમાં વરસાદ આવતા જ તંત્રની પોલ ખુલી ગઈ છે ત્યારે દરેક રસ્તા પર ભુવા જોવા મળ્યાં છે, તેમજ ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ યથાવત રહી છે. રસ્તાઓ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે તેમ છંતા એક જ વરસાદમાં રસ્તાઓની હાલત ખરાબ જ જોવા મળે છે. ત્યારે હવે કોર્પોરેશનમાં રોડ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે નવરાત્રી સુધી કોઈ નવો રોડ બનાવવામાં આવશે નહીં.
અમદાવાદમાં નવરાત્રી સુધી કોઈ નવા રસ્તા નહીં બને: રોડ કમિટી ચેરમેન
અમદાવાદમાં વરસાદ આવતા જ તંત્રની પોલ ખુલી ગઈ છે. ત્યારે દરેક રસ્તા પર ભુવા જોવા મળ્યાં છે તેમજ ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યા દર વર્ષની જેમ યથાવત રહી છે. રસ્તાઓ પાછળ દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે તેમ છંતા એક જ વરસાદમાં રસ્તાઓ પહેલા જેવા જ બની જાય છે. ત્યારે હવે કોર્પોરેશનમાં રોડ કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે કે નવરાત્રી સુધી કોઈ નવો રોડ બનાવવામાં આવશે નહીં.
શહેરમાં સોમવારે એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેમજ અનેક વિસ્તારોમાં બે થી અઢી ઇંચ પણ વરસાદ ખાબક્યો હતો. ત્યારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને ભુવા પણ પડી ગયા હતા. ત્યારે અમદાવાદ કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી સદંતર નિષ્ફળ નીવડી છે.
બુધવારે રોડ કોર્પોરેશન કમિટીની બેઠક મળી હતી, જેમાં રોડ કમિટીના ચેરમેને જણાવ્યું કે, હવે કોઇપણ નવા રસ્તા નવરાત્રી સુધી નહીં બને શ્રમિકો ન હોવાથી કામ ન થયું હોવાનું રટણ પણ અમદાવાદના સત્તાધીશો કરી રહ્યાં છે અને જે ભૂવા પડ્યા હશે ત્યાં ફક્ત સેટલમેન્ટ કરવામાં આવશે તેવો નિર્ણય બેઠકમાં લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ વર્ષે પણ શહેરના રસ્તા ઊબડખાબડ જ રહી જશે.