ગુજરાત

gujarat

ETV Bharat / city

નિત્યાનંદ કેસ: હાઈકોર્ટે કહ્યું, યુવતીઓના વકીલ તેમના સરનામા આપે - ગુજરાત હાઈકોર્ટના તાજા સમાચર

નિત્યાનંદ આશ્રમ કેસમાં જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ રિટ મુદ્દે હાઈકોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં યુવતીઓ તરફે જે સોંગદનામાં રજૂ કરવામાં આવ્યા છે, તેમાં બન્ને યુવતીઓના સરાનામા ન હોવાથી હાઈકોર્ટે એડ્રેસ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

ETV BHARAT
નિત્યાનંદ કેસ: હાઈકોર્ટે કહ્યું, યુવતીઓના વકીલ તેમના સરનામા આપે

By

Published : Mar 2, 2020, 5:28 PM IST

અમદાવાદ: નિત્યાનંદ આશ્રમમાં બાળકીઓને મળવા ગયેલા માતા-પિતાને રોકી દેવાતા કબ્જો મેળવવા માટે પિતા જર્નાધન શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ રિટ મુદ્દે સોમવારે હાઈકોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદી અને એ.સી. રાવની ખંડપીઠ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં યુવતીઓ તરફે જે સોંગદનામાં રજૂ કરવામાં આવ્યા છે, તેમાં બન્ને યુવતીઓના સરનામા ન હોવાથી હાઈકોર્ટે એડ્રેસ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

હાઈકોર્ટે વધુમાં જણાવ્યું કે, બન્ને યુવતીઓના વકીલ તેમના એડ્રેસ આપે. સરનામા આપવામાં આવશે, ત્યારબાદ તેમને પક્ષકાર બનાવી તેમને નોટીસ પાઠવવામાં આવશે અને ત્યારબાદ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા નોટિસ પાઠવવામાં આવશે તો એ નોટીસ જે તે દેશમાં યુવતીઓ હશે, ત્યાં ભારતીય એમ્બસી નોટિસની બજવણી કરશે. આ મામલે વધુ સુનાવણી મંગળવારે હાથ ધરવામાં આવશે.

અગાઉ શુક્રવારે હાઈકોર્ટના જસ્ટીસ બેલા ત્રિવેદીએ નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલને તેમના વકીલાતનામામાં બન્ને યુવતીઓની સહી નહીં હોવા છતાં વકીલ તરીકે કઈ રીતે ચાલું રાખી શકાય એ મુદ્દે સપષ્ટતા કરવાનો આદેશ કર્યો છે.

હાઈકોર્ટે લોપામુદ્રા અને નિત્યનંદિતાના વકીલના વકીલાતાનામાં બન્ને યુવતીઓની સહી ન હોવાથી હાઈકોર્ટે સોમવાર સુધીમાં બન્ને વકીલોને સપષ્ટતા કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ક્યા આદેશ અથવા કાયદાકીય રીતે અસીલની વકીલાતનામાં સહી વગર વકીલ સુનાવણી કરી શકે તેની સપષ્ટતા કરવાનો આદેશ કર્યો હતો. અગાઉ આ હેબિયસ કોર્પસ રિટ જસ્ટીસ એસ.આર. બ્રહ્મભટ્ટ અને એ.પી. ઠાકરની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટની જગ્યાએ હવે આ કેસની સુનાવણી જસ્ટિસ બેલા ત્રિવેદીની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચ સમક્ષ થતાં કેસને ફરીવાર સાંભળવામાં આવશે

અગાઉ જસ્ટીસ બ્રહ્મભટ્ટની કોર્ટમાં પિતા જનાર્દન શર્મા તરફે રજૂ કરેલા સોગંદનામામાં દલીલ કરવામાં આવી હતી કે, બન્ને દિકરીઓ એ સ્વેચ્છાએ સોગંદનામું રજૂ કર્યું છે કે કેમ, આ અંગેની ચકાસણી માટે વિદેશ મંત્રાલય જમાઈકામાં આવેલા ભારતીય હાઈ કમિશન પાસેથી આ CCTV ફૂટેજ રજૂ કરવામાં આવે. આ અગાઉ બન્ને દિકરીઓ દ્વારા ભારતીય એમબ્સી દ્વારા ચકાસેલા સોંગદનામાની સ્વૈચ્છિકતા સામે પિતા જર્નાધન શર્માના વકીલ દ્વારા વાંધો ઉઠાવ્યો હતો. જેથી હાઈકોર્ટે અરજદારના વકીલને ભારતીય એમ્બસી દ્વારા ચકાસેલા સોંગદનામાંનો સ્વીકાર શા માટે ન કરવો જોઈએ એ મુદે કોર્ટને જણાવે તેવો અવલોક કર્યો હતો.

અરજદાર જર્નાધન શર્મા તરફે વકીલ યતિન ઓઝાએ દલીલ કરી હતી કે, બન્ને દિકરીઓ દ્વારા જે સોંગદનામાં રજૂ કરવામાં આવ્યા છે, તે બળ-જબરીપૂર્વક કરાવવામાં આવ્યા નથી તે સાબિત થતું નથી. દિકરીઓને કેટલાક તત્વો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. 18 વર્ષની દિકરી નેપાળથી બારબાડોસ અને ત્યાંથી વર્જિનિયા થઈ જમૈકા કઈ રીતે પહોંચી શકે છે. જેમાં હાઈકોર્ટે કહ્યું કે, જો આશ્રમના લોકો તરફે બન્ને દિકરીઓને મદદ કરવામાં આવી રહી છે તો આપણે ક્યાં કાયદા હેઠળ તેને અટકાવી શકીંએ. આ મુદ્દે લોપામુદ્રાના વકીલ બી.બી. નઈકે દલીલ કરી હતી કે, આજના યુગમાં 15 વર્ષના બાળકો બધા નિર્ણય લેતા હોય છે.

અરજદારના વકીલે દલીલ કરી હતી કે, કોર્પસને હેરાન કરવામાં આવ્યા છે તેવા અનેક વીડિયો છે અને મટિરિયલ પિતા જર્નાધન શર્મા પાસે છે. નિત્યાનંદિતાને નેપાળ મુકવા ગયેલા વ્યકિતનું રહસ્મય રીતે મૃત્યુ થયું છે. આ મુદ્દે પિતા જર્નાધન શર્માએ કોર્ટને રજૂઆત કરી હતી કે, હું આશ્રમમાં સેક્રેટરી તરીકે કામ કરી ચુક્યો છું એટલે ઘણી બાબતો ધ્યાને છે. આ લોકો બન્ને દિકરીઓ અને તેમની હત્યા થઈ જશે તેવી શંકા વ્યકત કરી હતી. બન્ને દિકરીઓને ભારતમાં મળવા માગું છું. અરજદારના વકીલે પિતા જર્નાધન શર્મા પાસે બન્ને દિકરીઓને શારારિક રીતે હેરાન કરવામાં આવતો હોવાના દસ્તાવેજી પુરાવવા એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

અગાઉ બન્ને નિત્યનંદિતા અને લોપામુદ્રાના વકીલ તરફે કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, બંન્નેને પિતાથી જીવનો જોખમ છે. જેથી તેઓ અહીં આવવા માંગતી નથી. જેની સામે હાઈકોર્ટે કહ્યું કે, અમે બન્નેને માતા-પિતા સાથે મળવા દેશું નહિ, પરતું જ્યારે અમે સુરક્ષા પુરી પાડી રહ્યાં છે ત્યારે બંને દિકરીઓ અહીં આવે અને અમને તેમનો નિર્ણય જણાવે. હાઈકોર્ટની ટકોર બાદ બન્ને દિકરીઓના વકીલ બી.બી. નઈક અને અન્શિન દેસાઈએ દલીલ કરી હતી કે, બન્ને દિકરીઓ વર્જનિયાથી વીડિયો કોન્ફેરેન્સથી જૂબાની આપી શકે, જેની સામે હાઈકોર્ટે લાલ-આંખ રાખતા કહ્યું કે બન્ને દિકરીઓને અહીં લાવવા મુદ્દે કરવામાં આવતી બહાનાબાજીથી અમારી બન્નેને બળ-જબરીપૂર્વક રખાયા હોવાની શંકા પ્રબળ થતી જાય છે.

ઉલ્લેખનીય છે કે, 10 ડિસેમ્બરના રોજ બન્ને દિકરીઓ તરફે રજૂ કરાયેલા સોંગદનામાંનો હાઈકોર્ટે અસ્વીકાર કરતા બન્ને દિકરીઓને રજૂ કરવાનો આદેશ કર્યો હતો. સોંગદાનામાં બન્ને દિકરીઓ સ્વેચ્છાએ વર્જિનિયામાં રહેતી હોવાની વાત કહેવામાં આવી હતી. જેથી હાઈકોર્ટે 20 નવેમ્બરના વ્યવસ્થિત સોંગદનામું રજૂ કરવાનો આદેશ કર્યો હતો. નિત્યાનંદ આશ્રમમાં રહેતી બન્ને યુવતીઓને પરત મેળવવા તમિળ માતા-પિતા દ્વારા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details