અમદાવાદઃ રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્ય જયેશ રાદડિયા સામે (Jayesh Radadiya Scam Case) હવે ભાજપના જ અગ્રણીએ બાંયો ચડાવી છે. ભાજપના અગ્રણી નીતિન ઢાંકેચાએ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે, જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લા સહકારી બેન્કમાં ભરતી કૌભાંડ (Recruitment scam in Rajkot District Cooperative Bank) કર્યું છે. જોકે, આ મામલે રાજ્ય સરકારમાં અનેક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. એટલે હવે આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટ (Writ against Jayesh Radadiya in Gujarat HC) પહોંચ્યો છે.
આ પણ વાંચો-નિવૃત્તિ પછી કોઇપણ કર્મચારી કે અધિકારી સામે તપાસ કરી શકાય નહીં : હાઇકોર્ટ
શું છે સમગ્ર મામલો-આ સમગ્ર કેસની વિગત જોઈએ તો, આજથી ત્રણ મહિના પહેલાં ભાજપના જ કેટલાક આગેવાનો નીતિન ઢાંકેચા (Nitin Dhankecha allegation on Jayesh Radadiya), પરસોતમ સાવલિયા સહિતના લોકોએ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તેમનો આક્ષેપ હતો કે, જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લા બેન્કમાં ભરતી કૌભાંડ (Recruitment scam in Rajkot District Cooperative Bank) કર્યું છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, જયેશ રાદડિયાએ પ્યુનની ભરતીમાં 45,00,000 જેટલા રૂપિયા રૂપિયા લઈને લોકોની લાગવગથી (Jayesh Radadiya Scam Case) ભરતી કરી હતી. મહત્વનું એ છે કે, કોઈ પણ પ્રકારની જાહેરખબર આપ્યા વગર આ તમામ લોકોની ભરતી કરવામાં આવી હતી અને કોઈના પણ ઈન્ટરવ્યુ પર લેવામાં (Writ against Jayesh Radadiya in Gujarat HC) આવ્યા નહતા.
આ પણ વાંચો-ફાયર NOC મુદ્દે કોર્ટે AMCને આપ્યા આદેશ,ઈમારત સીલ કરવા સુધી પગલાં ભરાશે
5 જુલાઈએ રજૂ કરવા HCનો આદેશ -આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) આવી રહી છે. ત્યારે ભાજપમાં જ અંદરોઅંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. તેવામાં ભાજપના જ અગ્રણીઓએ પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા પર કરેલા આક્ષેપના કારણે રાજકીય ગરમાવો પણ આવે તેવી શક્યતા છે. બીજી તરફ રાજ્ય સરકાર ભાજપના અગ્રણીઓની આ વાત ન સાંભળતા તેમણે ગુજરાત હાઈકોર્ટની (Writ against Jayesh Radadiya in Gujarat HC) શરણ લેવી પડી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. તો આ રિટ મામલે ગુજરાત હાઈકોર્ટે સ્ટેટ રજિસ્ટ્રાર, રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્ક અને સહકાર સચિવને 5 જુલાઈએ જવાબ રજૂ કરવા માટે આદેશ આપ્યો છે. હવે આ સમગ્ર મામલાની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.