ગુજરાત

gujarat

નિસર્ગ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય, પવન સાથે ભારે વરસાદ લાવશે

By

Published : Jun 2, 2020, 1:55 PM IST

Updated : Jun 2, 2020, 2:04 PM IST

ગુજરાત માટે રાહતના સમાચાર છે. નિસર્ગ વાવાઝોડુ હવે ગુજરાતના દરિયાકાંઠે નહી ટકરાય, તેવી સત્તાવાર જાહેરાત હવામાન વિભાગ કરી છે. નિસર્ગ વાવાઝોડુ હવે મહારાષ્ટ્ર અને દમણના દરિયાકાંઠે ટકરાશે, અને ત્યાં જ તે પૂર્ણ થશે. જો કે ગુજરાતે સાવચેતીના તમામ પગલા લીધા છે.

etv bharat
etv bharat

અમદાવાદ :હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું છે કે, નિસર્ગ વાવાઝોડુ મહારાષ્ટ્રના મુંબઈ અને દમણ દરિયાકાંઠે ટકરાશે, અને ત્યાં તે સમાપ્ત થઈ જશે. મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ થશે. તેમજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વલસાડ, ભરૂચ અને સૂરતમાં 70થી 90 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડશે.

ડીપ ડિપ્રેશન આગામી 6 કલાકમાં વાવાઝોડા માં પરિવર્તિત થશે. 6 કલાકમાં 11 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે ડીપ ડિપ્રેશન. હાલ ડીપ ડિપ્રેશન સુરતથી 670 કિલોમીટર દૂર છે. વવાઝોડું હિટ થશે ત્યારે પવનની ગતિ 100થી 110 કિલોમીટરની ઝડપે રહેશે. 3 જૂનના વવાઝોડુ વધુ મજબૂત બની ટકરાશે.

દક્ષિણ ગુજરાતમાં જ અતિભારે વરસાદ થવાની શકયતા રહેલી છે. હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દરિયામાં કરંટ જોવા મળશે. સામાન્ય પવન સાથે હવામાનમાં પલટો થાય તેવી વાતાવરણ જોવા મળશે. તેમ છતાં કોઈએ કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ. તારીખ 3 જૂનને સવારે 5 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધીના કોઈપણ સમયે વાવાઝોડુ ત્રાટકી શકે છે.

Last Updated : Jun 2, 2020, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details