અમદાવાદઃ બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના પ્રમુખ (New President of Builders Association of India) તરીકે નીમેષ પટેલની નિમણૂક કરવામાં આવી છે. જોકે, નીમેષ પટેલ પહેલા ગુજરાતી છે, જે પ્રમુખ બન્યા છે. બિલ્ડર એસોસિએશન ઑફ ઇન્ડિયાના 88 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત પ્રમુખ તરીકે કોઈ ગુજરાતની વરણી કરવામાં આવી છે. તેમની આ નિમણૂક સમયે સમગ્ર દેશમાંથી 500 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ (MP Bhartiben Shiyal), પૂર્વ ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશનું આંતરમાળખું મજબૂત કરવું - બિલ્ડર એસોસિએશન ઑફ ઈન્ડિયાના નવનિયુક્ત પ્રમુખ (New President of Builders Association of India) નીમેષ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન દેશને વિકાસ અને વિશ્વગુરુ બનાવવા માટેના અથાગ પ્રયાસો કરી રહ્યા છે. આ રીતે બિલ્ડર એસોસિએશન ઓફ ઈન્ડિયાના 200થી વધુ સેન્ટર અંદાજિત 1.50 લાખ સભ્યો વિકાસમાં (Various centers of the Builders Association of India) ભાગીદારી આપશે.
આ પણ વાંચો-ADR Survey : આપણાં ધારાસભ્યોએ પાંચ વર્ષમાં શું કામગીરી કરી ? જુઓ આ રિપોર્ટમાં