- રાત્રિ કરર્ફ્યૂને કારણે ST વિભાગ દ્વારા અમદાવાદથી રાત્રે ઉપડતી 450 ટ્રીપ રદ્દ
- પ્રવાસીઓને કોરોનાની ગાઇડલાઇન પાળવા ST નિગમની અપીલ
- જરૂર જણાસે તો દિવસ દરમિયાન બસની સંખ્યામાં વધારો કરાશે
અમદાવાદ : વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઈને 7 ડિસેમ્બર સુધી રાત્રિના 09થી સવારના 06 કલાક સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. જેથી લોકો બિનજરૂરી બહાર નીકળે નહીં અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવી શકાય. આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આ 4 મોટા શહેરોમાં રાત્રિ ટ્રીપ રદ્દ કરવામાં આવી છે.
નિગમ દ્વારા બસને રિ-સીડ્યુલ કરવામાં આવશે
અમદાવાદમાં 450 રાત્રિ દરમિયાન ઉપડતી બસો કેન્સલ કરાવામાં આવી છે. આ અગાઉ રાજકોટથી 378, વડોદરાથી 531, સુરતથી 395 રાત્રિ ટ્રીપ કેન્સલ કરવામાં આવી છે. બાકીની બસ પણ કરફ્યૂ સમય પહેલા જે-તે સ્થાને પહોંચે અને કરફયૂમાં છૂટ દરમિયાન જે-તે સ્ટેશનથી ઉપડે એવી વ્યવસ્થા કરવામાં આવશે. કરફ્યૂ દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાની બસ જે તે શહેરના બાયપાસ થઈ નીકળશે. આ ઉપરાંત બસનો સમય રિ-સીડ્યુલ કરાશે.