ગુજરાત

gujarat

ETV Bharat / city

કેદીઓની કલાને મળશે હવે વિશ્વકક્ષાનું ફલક, NIDએ કર્યા ટિચિંગ કરાર - undefined

સાબરમતી મધ્યસ્થ જેલના (Central Jail Ahmedabad) કેદીઓની કલાઓને હવે સ્થાન મળવા જઈ રહ્યું છે. નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઈન (National Institute of Design) સંસ્થાએ કેદીઓની કલાઓને સ્થાન આપવા માટે એક માધ્યમ તૈયાર કર્યું છે. આ કેદીઓ હવે પોતાની કલાકૃતિથી ફર્નિચર બનાવશે. આ માટે તેમને ખાસ પ્રકારની તાલિમ આપવામાં આવશે.

કેદીઓની કલાને મળશે હવે વિશ્વકક્ષાનું ફલક, NIDએ કર્યા ટિચિંગ કરાર
કેદીઓની કલાને મળશે હવે વિશ્વકક્ષાનું ફલક, NIDએ કર્યા ટિચિંગ કરાર

By

Published : Jul 24, 2022, 11:01 PM IST

અમદાવાદ: સાબરમતી મધ્યસ્થ જેલના (Central Jail Ahmedabad) કેદીઓ દ્વારા બનાવવામાં આવતી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ અત્યાર સુધી ટ્રેડિશનલ રૂપમાં જોઈ હશે. પરંતુ હવે ફર્નિચર સહિતની બનાવટ નવા રૂપમાં દેખાય તો નવાઈ ના પામતા. કારણ કે, હવે NID અને જેલ (National Institute of Design) વચ્ચે એક કરાર કરવામાં આવ્યા હતા. જેમાં NIDના વિદ્યાર્થીઓ અલગ અલગ સામાનની પેકિંગથી લઈ ડિઝાઇનને પોતાના રીતે આકાર આપવા અને બ્રાન્ડિંગ માટે સેન્ટ્રલ જેલના કારીગરોને એટલે કે કેદીઓને મદદ કરશે. બજારની હાલની જરૂરિયાત મુજબ ઇન્ટિરિયર ડિઝાઇન વાળું ફર્નિચર તેઓ બનાવી આપશે.

આ પણ વાંચો: પૂર્વ પતિએ જ કરી ફોટોગ્રાફર પત્નીની હત્યા, જાણો શું હશે કારણ...

આ રીતે વિચાર આવ્યો:જ્યારે NIDના વિદ્યાર્થીઓ થોડા સમય પહેલા જેલની મુલાકાતે ગયા હતા. બંદીવાનો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓ જોઈ અને તે વસ્તુઓને વધુ કઈ રીતે સારી અને બ્રાન્ડ માં બનાવી શકાય તે માટે કામ કર્યું. એ તમામ વિદ્યાર્થીઓ દ્વારા તેને બનાવીને જેલના અધિકારીઓને બતાવ્યા હતા. જેને પગલે સેન્ટ્રલ જેલના અધિકારીઓ દ્વારા બંદીવાન ભાઈઓને મદદરૂપ થવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: ચોરને ચોરી કરવી પડી મોંઘી, હાથ-પગ બાંધીને રોડ પર ખાધો મેથી પાક...

ખાસ કરાર થયા: જેલ અને NID વચ્ચે એક કરાર થયા છે. જેમાં વિનામૂલ્યે NID દ્વારા આ કામ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓનું માનવું છે કે આ પ્રયત્નથી ઓથેન્ટિક બનાવટને બદલે બજારના નવા રૂપ રંગની વસ્તુઓ લોકોને મળશે. કારીગરોની બનાવટ બજારમાં મૂકવાથી જેલ અને બંદીવાનોને મોટો ફાયદો થશે. આ સાથે જ સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ બંધીવાનો પોતાનું જીવન આત્મસન્માન સાથે અને ગૌરવભેર સોસાયટી વચ્ચે જીવી શકશે. તેમ જ અન્ય લોકોને પણ નોકરી આપી શકશે.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details