ગુજરાત

gujarat

ETV Bharat / city

NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો - Pakistani Terror Funding

થોડા સમય પહેલાં મુંદ્રા પોર્ટ પરથી ડ્રગ કન્સાઈનમેન્ટ કેસ (Mundra Port Drug Consignment Case)સામે આવ્યો હતો. આ કેસમાં એનઆઈએની ચાર્જશીટ (NIA Chargesheet filed against 16 accused of mundra port dugs case)દાખલ થઇ ગઇ છે. જેમાં ખૂબ જ ચોંકાવનાર ખુલાસા બહાર આવ્યાં છે.

NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો
NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો

By

Published : Mar 22, 2022, 3:10 PM IST

Updated : Mar 22, 2022, 7:05 PM IST

અમદાવાદ- મુદ્રા પોર્ટ પરથી પકડાયેલ ડ્રગ્ઝ મામલે NIAની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થઈ (NIA Chargesheet filed against 16 accused of mundra port dugs case)ગઇ છે. ચાર્જશીટમાં મહત્વપૂર્ણ ખુલાસા રજૂ થયાં છે. NIAઍ 2988.21 કિલોના ડ્રગ મામલે 16 આરોપી વિરુદ્ધ કરી ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટ દ્વારા આરોપીઓના 29 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આરોપીઓના વકીલે બચાવ કર્યો કે ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે

થયો ચોંકાવનાર ખુલાસો- ચાર્જશીટમાં પાકિસ્તાની ટેરર ફંડિંગનો Pakistani Terror Funding ખુલાસો થયો છે. આપને જણાવીએ કે આશી ટ્રેડિંગ કંપનીએ માંગવેલ ટેલકમ પાવડર સ્વરુપમાં ડ્રગ્ઝ પકડાયું હતું હસન હુસેન લિમિટેડ, કંધાર દ્વારાં મોકલવામાં ડ્રગ્સ મોકલાવ્યું હતું. અફઘાનિસ્તાનમાં તૈયાર થયેલું drug ઈરાન મારફતે ભારત મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ કચ્છના મુન્દ્રા પોર્ટ પર પકડાયેલો હેરોઈનનો જંગી જથ્થો, તાલિબાની કનેક્શનની શક્યતાઓ

પાકિસ્તાની ટેરર ફંડિગ- પાકિસ્તાન સમર્થિત સંગઠનો દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગનુ વેચાણ કરતા હતાં Drugમાંથી થયેલ આવક ભારત વિરોધી ગતિવિધિઓ થતો હોવાનો ઉલ્લેખ પણ ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બરમાં મોકલેલું કન્સાઇનમેન્ટ પકડી લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy

ગત વર્ષે સામે આવ્યો હતો કેસ- 2021 સપ્ટેમ્બર મહિનામાં ડ્રગ્સ મામલો સામે આવ્યો હતો એ મામલે બીજા નવ આરોપીઓને પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને આજે અમદાવાદ સિવિલ કોર્ટમાં રજૂ કરાયા હતાં. બચાવ પક્ષના વકીલ ઈમ્તિયાઝ સૈયદે જણાવ્યું કે વર્ષ 2021માં મુંદ્રા પોર્ટ પર પકડાયેલા ડ્રગ્સ કેસ મામલો છે.

લીલો પૂર્ણ થયે કોર્ટે આપી શકે છે નિર્ણય

રીમાન્ડની માગણી- Nia દ્વારા વધુ 9 આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ (NIA Chargesheet filed against 16 accused of mundra port dugs case)કરી રીમાન્ડ કરી માગ કરવામાં આવી છે. 10 દિવસના રિમાન્ડની માગ nia દ્વારા કરવામાં આવી છે. જેમાં કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે 9 આરોપીઓને પજાંબ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી(Mundra Port Drug Consignment Case) છે અને તેઓ પજાંબ જેલમાં છે. મુદ્રા અને પજાંબ બને ડ્રગ્સ કેસ સાથે ચલાવવા મામલે nia દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે અને આરોપીઓ પર ગંભીર પ્રકારનો ગુનો છે. માટે 10 દિવસના રિમાન્ડ આપવામાં આવે. ત્યારે કોર્ટ દ્વારા આરોપીઓના 29 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે

બચાવ પક્ષની દલીલો- બચાવ પક્ષના વકીલ દ્વારા કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે કે જ્યારે મુદ્રા પોર્ટ પર ડ્રગ્સ (Mundra Port Drug Consignment Case)પકડયું ત્યારે તમામ 9 આરોપીઓ પજાંબ જેલમાં હતાં. તો તેમનો રોલ કઈ રીતે હોઈ શકે. તમામ આરોપીઓને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યા છે એવી રજૂઆત કરી છે.

Last Updated : Mar 22, 2022, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details