અમદાવાદઃ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર અને રાજીવ ગાંધી નેશનલ યુનિવર્સિટી ઓફ લો (RGNUL), પટિયાલા-પંજાબ વચ્ચે કરાર થયા છે. NFSUના કુલપતિ ડો.જે.એમ.વ્યાસ અને RGNULના કુલપતિ પ્રો.જી.એસ. બાજપેયીએ કરાર (NFSU Certificate and Diploma Courses ) પર હસ્તાક્ષર કર્યા (MoU to establish a digital forensic laboratory) હતાં.
ફોરેન્સિક વિજ્ઞાનક્ષેત્રનો થશે વિકાસ- નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના કુલપતિ, ડો. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે આ ડિજિટલ ફોરેન્સિક્સ લેબોરેટરી દ્વારા જ્ઞાનનું આદાન-પ્રદાન (MoU to establish a digital forensic laboratory)થશે અને સાંપ્રત પડકારોનો સામનો કરીને ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રનો (Criminology and forensic science)વધુ વિકાસ થશે. આ કરારની સાથે અંતર્ગત કાયદો, ક્રિમીનોલોજી અને ફોરેન્સિક વિજ્ઞાન ક્ષેત્રને સાંકળીને વિવિધ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ પણ લાઈન અને ઓફલાઈનમાં (NFSU Certificate and Diploma Courses ) શરૂ કરવામાં આવશે.