- રથયાત્રાને લઈને મહત્વના સમાચાર,Jalyatraને મળી મંજૂરી
- 108 કળશની જગ્યાએ 5 કળશ સાથે જળયાત્રા યોજાશે
- 1ગજરાજ, 5 ધજા, અને 5 કળશ રખાશે
- ભજન મંડળી જળયાત્રામાં નહીં રખાય
અમદાવાદઃ 24 જૂને યોજાનારી જળયાત્રામાં ( Jalyatra ) સાબરમતી નદીના આરે વિધિવત રીતે ગંગાપૂજન થશે. જેમાં નાયબ મુખ્યપ્રધાન અને રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગંગાપૂજન કરવામાં આવશે. જોકે કોરોના સંક્રમણ ન થાય તે માટે આ યાત્રામાં ન તો ભજન મંડળી જોડાશે ન તો અખાડા. માત્ર 50થી પણ ઓછા લોકો આ યાત્રામાં ભાગ લેશે. જોકે ગજરાજ દર વર્ષે 18 હોય છે પરંતુ આ વર્ષે માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. કારણ કે ગજરાજ ગણપતિજીનું સ્વરૂપ છે અને કોઈપણ કાર્ય માટે આપણે ગજાનન ગણપતિજીને યાદ કરાતાં હોય છે એટલા માટે એક ગજરાજ સાથે જળયાત્રા યોજાશે.
144th Jagannathji Rathyatra ને લઇ મહત્વના સમાચાર, જળયાત્રાને મળી મંજૂરી - Corona Panemic
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 144મી રથયાત્રાના (144th Jagannathji Rathyatra ) શ્રીગણેશ જળયાત્રાથી શરૂ થાય છે. કોરોના મહામારી ( Corona Panemic ) ને લઇ આ વર્ષે કેવી રીતે રથયાત્રા નીકળશે તે સવાલ સૌ કોઈને સતાવી રહ્યો છે. ત્યારે જલયાત્રાને ( Jalyatra ) મંજૂરી મળી ગઈ છે. જોકે દર વર્ષે 108 કળશની સાથે જલયાત્રા નીકળતી હતી, પરંતુ આ વર્ષે માત્ર પાંચ કળશ સાથે મંદિરના સેવકો તેમજ ગાદીપતિ અને ટ્રસ્ટી યાત્રામાં જોડાશે.
આ પણ વાંચોઃ રથયાત્રાને ધ્યાનમાં રાખી આજે 200 પોલીસકર્મીએ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું
પોલીસ બંદોબસ્ત ગોઠવવા તૈયાર હવે પોલીસ દ્વારા રથયાત્રાને (144th Jagannathji Rathyatra ) લઈને પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જયારે આ વખતે ભગવાન જગન્નાથનીરથયાત્રા નીકળશે કે નહીં તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ ભક્તો વગર અખાડાઓ વગર તેમજ કોરોના પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા ( 144th Rathyatra ) નીકળે તેવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે.
આ પણ વાંચોઃ 144th Jagannath Rathyatra: રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને સરકાર અસમંજસમાં, લોકોમાં ઉચાટ!