રાજ્યસભાના નવનિર્વાચિત ભાજપ ઉમેદવાર નરહરિ અમીન રથયાત્રાના દર્શન કરવા પહોંચ્યાં - અમદાવાદ રથયાત્રા 2020
દેશમાં કોરોના વાઈરસની મહામારી ચાલી રહી છે. જેને લઈ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની રથયાત્રા પર રોક લગાવી હતી. જેને લઈ મંદિર પરિષદમાં જ રથ ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે તાજેતરમાં રાજ્યસભામાં વિજય થયેલ ભાજપના ઉમેદવાર નરહરિ અમીન જમાલપુર મંદિર દર્શન માટે થઈ પહોંચ્યાં હતાં.
રાજ્યસભાના નવનિર્વાચિત ભાજપ ઉમેદવાર નરહરિ અમીન રથયાત્રાના દર્શન કરવા પહોંચ્યાં
અમદાવાદઃ નરહરિ અમીને જણાવ્યું કે કોરોનાની મહામારી વહેલી તકે સમાપ્ત થાય તેવી જ પ્રાર્થના ભગવાન સમક્ષ કરવામાં આવી છે. સાથે જ 142 વર્ષથી નીકળતી રથયાત્રા આ વર્ષે નથી નીકળી જેને લઈ દુઃખ પણ છે. પરંતુ વૈશ્વિક મહામારીને પણ ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી હતી.