અમદાવાદ: અમરાઈવાડીના સુખ સાગર ઔડાના મકાનમાં રમતા બાળકોએ અચાનક બુમો પડતા લોકો ત્યાં શુ થયું તે જોવા દોડી ગયા હતા. ત્યાં જઈને જોયું તો એક નાનું બાળક મૃત હાલતમાં હતું. જેથી સ્થાનિક પ્રવીણભાઈ રાઠોડે આ મામલે પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કર્યો હતો. તાત્કાલિક અમરાઈવાડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને જાણ કરનારની પૂછપરછ કરવામાં આવી હતી.
અમદાવાદમાં નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, શું પશુ-પક્ષીઓના કોતરી ખાવાથી થયું મોત? - crimenews
શહેરના અમરાઈવાડીમાં બાળકો રમતા હતા, ત્યારે બાળકોએ અચાનક બુમાબુમ શરૂ કરી હતી. જેથી લોકો ત્યાં પહોંચ્યા હતા. જ્યાં જઈને જોયું તો નવજાત બાળકી પશુ-પક્ષીઓએ કોતરી ખાધેલી હાલતમાં મળી આવી હતી. મૃત બાળકી અંગે પોલીસને જાણ કરતા બાળકીને તરછોડનારની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
![અમદાવાદમાં નવજાત બાળકીનો મૃતદેહ મળ્યો, શું પશુ-પક્ષીઓના કોતરી ખાવાથી થયું મોત? etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7912173-834-7912173-1594019785159.jpg)
etv bharat
અમરાઈવાડી વિસ્તારમાં 6 માસની બાળકી મૃત હાલતમાં મળી આવી
- પોલીસે તરછોડી જનાર મહિલા સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી
- મૃત નવજાત બાળકીના શરીર પર અનેક ઘા મળી આવ્યા છે
- પશુ પક્ષીઓ કોતરી ખાવાનું પોલીસે અનુમાન લગાવ્યું
બાળકીના શરીર પર ઘા જોઈને પોલીસે પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવ્યું કે, પશુ-પક્ષીઓએ આ બાળકીને કોતરી નાખી હોઈ શકે છે. બાળકીને તરછોડી ત્યારે જીવિત હાલતમાં પણ હોઈ શકે તેમજ પશુ-પક્ષીઓએ કોતરી નાખતા તેનું મોત થયું હોવાની શંકા પોલીસેને સેવી રહી છે. આ સમગ્ર મામલે પોલીસે તરછોડનાર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.