ગુજરાત

gujarat

ETV Bharat / city

ધોરણ 9 થી11ની નવી પેપર સ્ટાઇલ બોર્ડની વેબસાઈટ પર મુકાઈ - Gujarat

ગુજરાત માધ્યમિક ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે રાજ્યની 15,000 સ્કૂલોમાં ધોરણ 9થી 11ના 16 લાખ જેટલા વિદ્યાર્થીઓની 45 વિષયોની બદલાયેલી પેપર સ્ટાઈલ બોર્ડની વેબસાઈટ પર મૂકી છે. કોરોનાને લીધે શૈક્ષણિક વર્ષ 2020-2021માં ધોરણ 9થી 12ના કોર્સમાં 30 ટકા ઘટાડો કરી પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. જ્યારે નવી પેપર સ્ટાઇલ વિદ્યાર્થીલક્ષી તૈયાર કરવામાં આવી છે.

ધોરણ 9 થી11ની નવી પેપર સ્ટાઇલ બોર્ડની વેબસાઈટ પર મુકાઈ
ધોરણ 9 થી11ની નવી પેપર સ્ટાઇલ બોર્ડની વેબસાઈટ પર મુકાઈ

By

Published : Mar 3, 2021, 10:38 PM IST

  • ધો.9થી 11માં નવી પેપર સ્ટાઈલ બોર્ડની સાઈટ પર મૂકાઈ
  • જેમાં 30 ટકા હેતુલક્ષી અને 70 ટકા લાંબા પ્રશ્નો પૂછાશે
  • ધોરણ 9 અને 11ના પેપરની સ્ટાઈલ www.gseb.org પર મુકાઈ

ગાંધીનગરઃ ધો 9 અને 11માં હેતુલક્ષી પ્રશ્નોના ટકા 20થી વધારી 30 ટકા કરાયા છે. 80 માર્કની પરીક્ષામાં 30 ટકા હેતુલક્ષી પ્રશ્નો જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. વિવિધ વિષયોના પ્રશ્નો ઈન્ટરનલ ઓપ્શનના બદલે જનરલ ઓપ્શન આધારિત પૂછાશે. શિક્ષણ બોર્ડે ધોરણ 9થી 12ની પરીક્ષાની માર્ગદર્શિકા માટે પરિપત્ર કર્યો છે.

અભ્યાસક્રમમાં ઘટાડાને લઇ હાશકારો

શિક્ષણ બોર્ડના નિષ્ણાતો દ્વારા ધોરણ 9થી 12ના મુખ્ય વિષયોના વાર્ષિક પરીક્ષાના પેપરની સ્ટાઈલ, પ્રશ્નપત્રના ગુણભારની વિગતો તૈયાર કરાઈ છે. ધો 10 અને ધો 12ની પેપર સ્ટાઈલની વિગતો બોર્ડની સાઈટ પર મૂક્યા પછી ધોરણ 9 અને 11ના પેપરની સ્ટાઈલ www.gseb.org પર મુકાઈ છે. જ્યારે કોરોના મહામારીનો લઈને આ વખતે 30 ટકાનો અભ્યાસક્રમમાં ઘટાડો કરતા વિદ્યાર્થીઓમાં હાશકારો જોવા મળ્યો છે.જ્યારે વિદ્યાર્થીઓ માટે નવી પેપર સ્ટાઇલના આધારે પરીક્ષાની તૈયારી કરવા માટે સરળતા રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details