અમદાવાદઃ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એન્ડ પોલીસ એડમિનિસ્ટ્રેશન (SISPA), રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના નેજા હેઠળ સેન્ટર ફોર કાઉન્ટર ઈમર્જન્સી એન્ડ કાઉન્ટર ટેરરિઝમ (CCICT) દ્વારા કાઉન્ટર ઈમર્જન્સી અને કાઉન્ટર ટેરરિઝમ પર 3જી એડિશન સર્ટિફિકેટ કોર્સનું (3rd Edition Certificate Course) આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો આ કાર્યક્રમ 16 જૂનથી 19મી જૂન સુધી ચાલશે. તો આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ, સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશન, સ્ટેટ પોલીસ ઓર્ગેનાઈઝેશન, એકેડેમિશિયન અને રિસર્ચ સ્કોલર્સના 62 સહભાગીઓ જોડાયા હતા.
હવે આ રાજ્યમાં બનશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી - Rashtriya Raksha University
ગુજરાતમાં આવેલી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનું નવું કેમ્પસ હવે ઉત્તરપ્રદેશમાં પણ બનાવવામાં આવ્યું છે. હવે આ નવા કેમ્પસનું ઉદ્ઘાટન ટૂંક સમયમાં (New Campus of Rashtriya Raksha University) કરવામાં આવશે.
રક્ષા યુનિવર્સિટીથી રાષ્ટ્રીય યુનિવર્સિટી સુધીની સફર -યુનિવર્સિટીના ડિન ડો. અક્ષત મહેતાએ રક્ષા શક્તિ યુનિવર્સિટીથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સુધીની યુનિવર્સિટીની સફર વિશે માહિતી આપી હતી. જેમાં યુનિવર્સિટીની સાથે અન્ય શાળાઓ પણ કેવી રીતે કાર્ય કરે છે. તેના વિશે માહિતી આપી હતી. જેમાં રાષ્ટ્રીય સુરક્ષા, જાહેર સલામતી, આંતરિક સુરક્ષા,પોલીસ વહીવટીતંત્રમાં આવતા અભ્યાસક્રમો તેમજ સામાન્ય રીતે યુનિવર્સિટીના અભ્યાસક્રમો વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચો-નેશનલ લો યુનિવર્સિટીમાં તમામ સરકારી વકીલોને તેડું, સરકારી વકીલોને આપવામાં આવશે ટ્રેનિંગ
અરુણાચલ પ્રદેશ બાદ ઉત્તરપ્રદેશમાં બનશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી -રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં (Rashtriya Raksha University) વ્યૂહાત્મક ભાષાઓ, ગુનાહિત વર્તન અભ્યાસ, સાયબર સુરક્ષા માટે સમર્પિત શાળાઓ છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં તેના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો હવે ટૂંક સમયમાં ઉત્તરપ્રદેશના લખનઉમાં નવું કેમ્પસનું ઉદ્ધાટન કરવામાં આવશે.