અમદાવાદઃ PCBએ વટવા વિસ્તારમાંથી બાતમીના આધારે બાઈક પર જતા ૨ ઇસમોને અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા બાઈકની સીટ નીચેથી અલગ-અલગ થેલીમાંથી 25 લીટર જેટલો દારૂ ઝડપાયો હતો.
અમદાવાદમાં બુટલેગરોનો નવો કીમિયો દારૂની હેરાફેરી માટે બુટલેગરોના અવનવા કીમિયા
- બાઇકની સીટ નીચે સંતાડવામાં આવ્યો હતો દારૂ
- પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી
- શાકભાજીની આડમાં પણ થઇ રહી હતી દારૂની હેરાફેરી
- રૂપિયા 39,000/-થી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત
આ ઉપરાંત બીજી બાઈક તપાસતા બાઈકની સીટ નીચે તેમજ પેટ્રોલની ટાંકીની પાછળ એક ખાનું બનાવ્યું હતું. જેમાંથી 25 લીટર જેટલો દારૂ મળી આવ્યો છે. જે અંગે પોલીસે બન્ને ઇસમની ધરપકડ બાદ કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક કિસ્સામાં બાપુનગર પોલીસે બાતમીના આધારે શાકભાજીની આડમાં દારૂની હેરફેરી કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. શાકભાજીની થેલીમાં ઉપરના ભાગમાં શાકભાજી અને વચ્ચે દારૂ છુપાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. પોલીસે રીક્ષા રોકીને તપાસ કરતા શાકભાજીની થેલીમાંથી 468 લીટર દારૂ સહિત રૂપિયા 39,000થી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરી છે.