ગુજરાત

gujarat

ETV Bharat / city

કોવિડ-19 રોગચાળાની મંદી વચ્ચે નેટએનાલિટિક્સ અમદાવાદમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે

વૈશ્વિક કોરોના રોગચાળો હોવા છતાં, અમદાવાદ સ્થિત નેટએનાલિટીક્સ કંપની, જ્યાં હાલમાં માત્ર ગણતરીના એન્જિનિયર્સ કાર્યરત છે, જે એક સ્ટાર્ટઅપ છે. આ કંપની કેલિફોર્નિયા, યુક્રેન અને અમદાવાદમાં ઓફિસ ધરાવે છે. તે ગુજરાતના ટેક્નૉક્રેટસ અને ઇજનેરો, વિશ્વભરના કેટલાક કટીંગએજ પ્રોજેક્ટ્સ માટે કામ કરવા ભરતી કરશે.

કોવિડ-19 રોગચાળાની મંદી વચ્ચે નેટએનાલિટિક્સ અમદાવાદમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે
કોવિડ-19 રોગચાળાની મંદી વચ્ચે નેટએનાલિટિક્સ અમદાવાદમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે

By

Published : Sep 11, 2020, 7:45 PM IST

અમદાવાદઃ આ કંપનીની સ્થાપના ટોચના પરફોર્મિંગ નેટવર્ક વિશ્વસનીયતા ધરાવતા એન્જિનિયર્સ, સ્ટાફ સોફ્ટવેર એન્જિનિયર્સ, નેટવર્ક આર્કિટેક્ટ્સ અને વૈશ્વિક સ્તરના નેટવર્ક ડેટા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવી છે. તાજેતરમાં જ નેટએનાલિટીક્સ કંપનીએ અમદાવાદમાં આર એન્ડ ડી અને કામગીરી સેન્ટર વિકસાવવા માટે આગામી પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં 50 મિલિયન ડોલરના રોકાણ યોજનાની જાહેરાત કરી છે.

કોવિડ-19 રોગચાળાની મંદી વચ્ચે નેટએનાલિટિક્સ અમદાવાદમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે
આ કંપનીના સહસ્થાપક અભિમન્યુ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, “આગામી વર્ષમાં ગુજરાતમાં રોકાણ કરવા માટેનું મોટું કારણ એ છે કે, આપણી પોતાની “જન્મભૂમિ”વિકસિત થાય. જે આપણા લોકોને વિકાસ અને આપણાં રાજ્યમાં રોજગાર આવે તેવું લક્ષ્ય છે. આગામી વર્ષમાં નેટએનાલિટિક્સ ગુજરાતમાં 3000 એન્જિનિયરોની નિમણૂક કરવાની યોજના ધરાવે છે. ગુજરાત વિકાસ માટે પરફેક્ટ ડેમોગ્રાફિક અને ડાયનેમિક રીઅલ એસ્ટેટ માર્કેટ પ્રદાન કરે છે. ગુજરાત પણ આઇટી ક્ષેત્રમાં સાક્ષર વસતી સાથે એક ટેકનોલોજી પાવરહાઉસ છે. નેટએનાલિટિક્સ માને છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું સંચાલન અને તાલિમ ભવિષ્યમાં એક બહુ મહત્વનું ક્ષેત્ર બનશે.
કોવિડ-19 રોગચાળાની મંદી વચ્ચે નેટએનાલિટિક્સ અમદાવાદમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કરશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, તેમના એન્જિનીયર્સને વૈશ્વિક સ્તરે સન માઇક્રોસિસ્ટમ્સ અને ગૂગલ ખાતે પ્રોજેક્ટસ કરવાનો અનુભવ છે. તેઓએ એક આકર્ષક ટીમ વિકસાવી છે. જેની પાસે વિશ્વના કેટલાક મોટા એન્ટરપ્રાઇઝ અને સર્વિસ પ્રોવાઇડર નેટવર્ક કંપનીઓ માટે, આર્કિટેક્ચરિંગ, ડિઝાઇનિંગ અને સંચાલનનો સાબિત ટ્રેક રેકોર્ડ છે. આ કંપનીએ સંયુક્ત રીતે 85 પેટન્ટ્સ સાથે વપરાશકર્તા અનુભવ ધરાવે છે. આ એન્જીનીઅર્સના તકનીકી જર્નલ્સ અને કોન્ફરન્સ પેપર્સ પણ પ્રકાશિત થયાં છે.

ABOUT THE AUTHOR

...view details