- સરકાર અને અધિકારીઓ સામે લોકોએ ઠાલવ્યો રોષ
- "સારવાર નહીં આપવામાં આવે તો, ગેટ પર જ મરવા માટે મુકી આપીશું"
- અંદર કોઇ પણ ડોક્ટર કે સ્ટાફ હાજર જ નથી અને કોઇ પણ જાતની સુવિધાઓ પણ આપવામાં આવતી નથીઃ દર્દીના પરિવારજનો
અમદાવાદઃ કોરોનાના વધતા જતા સંક્રમણને લઇને ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં તમામ દર્દીઓને સારવાર માટે પ્રવેશ આપવાની જાહેરાત કરતા મોટી સંખ્યામાં લોકો બહાર એકઠા થયા હતા. તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. રિપોર્ટ દર્દીના જમા કરાવવાના રહેશે અને તેના આધારે ટોકન પણ આપવામાં આવશે. દર્દીની ગંભીરતાને ધ્યાનમાં રાખી બેડની ફાળવણી કરવામાં આવશે.
આ પણ વાંચોઃExclusive: સિવિલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને નો એન્ટ્રી, એમ્બ્યુલન્સ દર્દીને ફરી ઘરે લઈ જવા મજબૂર
દર્દીના પરિવારના લોકોએ પહેલા ટોકન મેળવી રિપોર્ટ રજૂ કર્યા હતા
દર્દીના પરિવારજનોએ વહેલી સવારે 5 વાગ્યાથી જ લાઇનમાં ઉભા રહેવાનું શરૂ કરી દીધું હતું. દર્દીના પરિવારના લોકોએ પહેલા ટોકન મેળવી રિપોર્ટ રજૂ કર્યા હતા. પરંતુ સવારે સાડા નવ વાગ્યા સુધીમાં માત્ર 30 જેટલા દર્દીઓના જ રિપોર્ટ લેવામાં આવ્યા હતા, તો અન્ય લોકો તડકામાં લાઇનમાં ઉભા રહેવા માટે મક્કમ થયા હતા.