અમદાવાદઃ ગુજરાતના કન્ટેઈન્ટમેન્ટ ઝોન અને નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોન એમ બે ભાગ પાડી દેવામાં આવ્યાં છે. નોન કન્ટેઈન્ટમેન્ટ ઝોન રાબેતા મુજબ શરૂ થયાંને ચોથો દિવસ છે. અમદાવાદ પશ્રિમ વિસ્તારમાં ધંધા રોજગાર, ઓફિસો વગેરે શરૂ થઈ ગયાં છે. હેલ્થ વિભાગના નિયમોના પાલન સાથે અમદાવાદ પશ્ચિમ વિસ્તારના તમામ કોમ્પલેક્સ કાર્યરત થયાં છે.
અમદાવાદ પશ્ચિમ વિસ્તારના કોમ્પલેક્સમાં કોરોનાથી બચવા જરૂરી પગલા લેવાયાં છે? - મોન્ડીલ હાઈટ્સ
ગુજરાતમાં લૉક ડાઉન 4.0 અમલમાં છે. જોકે રાજ્ય સરકારે નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં ધંધાવેપારની છૂટ આપી છે ત્યારે આ સપ્તાહથી ઓફિસો ધમધમતી થઈ ગઈ છે. અમદાવાદ પશ્ચિમના એસજી હાઈવે પર મોટા પ્રમાણમાં બિગ બિઝનેસ હાઉસીસ આવેલાં છે જ્યાં હજારો લોકોની અવરજવર રહે છે. ત્યારે એવા બિઝનેસ કોમ્પલેક્સમાં કઇ રીતે કોરોનાથી બચાવના પગલાં લેવાયાં છે તેનો ગ્રાઉન્ડ રીપોર્ટ.
અમદાવાદ પશ્ચિમ વિસ્તારના કોમ્પલેક્સમાં કોરોનાથી બચવા જરૂરી પગલા લેવાયાં છે?
અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર 56 દિવસના લૉક ડાઉન પછી રાબેતા મુજબ કાર્યરત થયો છે. અમદાવાદની જાણીતી રોનક અને જાહોજાલાલીભરી જિંદગી જીવાતાંં વાર લાગશે. પણ અમદાવાદના સીજી રોડ, એસજી હાઈવે પર આવેલા બિઝનેસ કોમ્પલેક્સમાં 75 ટકા ઓફિસોમાં કામકામજ શરૂ થયાં છે. લૉક ડાઉનમાં ઘેર રહીને કંટાળી ગયેલા લોકો ઓફિસ કે ધંધા રોજગાર પર આવીને આનંદની લાગણી અનુભવી રહ્યાં છે.