- જેલમાં કેદીઓને ટેલિફોનિક સુવિધા ના આપવા બદલ કોર્ટમાં અરજી
- NDPSના કેદીઓને અમુક સંજોગો પ્રમાણે ટેલિફોનની સુવિધા આપવામાં આવતી નથી તેવી અરજદારોની રજૂઆત
- કોર્ટમાં સરકારનો જવાબઃ તમામ (NDPS prisoners) કેદીઓને પ્રત્યક્ષ મુલાકાત અને ટેલિફોનિક સુવિધા આપવામાં આવી રહી છે
અમદાવાદઃ જેલના કેદીઓને કોરોના સમયમાં તેમના સંબંધીઓ સાથે વાતચીત કરવા અથવા સંપર્ક થઇ શકે તે માટે ટેલિફોનની સુવિધા આપવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે કોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે NDPSના કેદીઓને (NDPS prisoners ) અમુક સંજોગોમાં સરકાર ટેલિફોનની સુવિધા પૂરી પાડતી નથી. આ માટે સરકારે બહાર પાડેલા રેઝેલ્યુશનને પણ પડકારવામાં આવ્યો હતો. જોકે આ સામે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો કે હાલ જેલના કેદીઓને ટેલિફોનિક અને પ્રત્યક્ષ મુલાકાત એમ બંનેની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.