ગુજરાત

gujarat

ETV Bharat / city

Draupadi Murmu Gujarat Visit : NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ કરશે ગુજરાત પ્રવાસ - Yashwant Sinha Gujarat Visit

NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ આગામી દિવસોમાં (Draupadi Murmu Gujarat Visit) ગુજરાતની પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ પર વિવિધ સ્થળઓ પ્રવાસ કરશે. તેમજ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજી એક અપીલ પણ કરશે.

Draupadi Murmu Gujarat Visit : NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસ પર કાર્યક્રમ
Draupadi Murmu Gujarat Visit : NDAના ઉમેદવાર દ્રૌપદી મુર્મુના ગુજરાત પ્રવાસ પર કાર્યક્રમ

By

Published : Jul 8, 2022, 11:34 AM IST

અમદાવાદ : રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાજપની આગેવાનીવાળા NDAના ઉમેદવાર દ્રૌપદી (Draupadi Murmu Gujarat Visit) મુર્મુ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. દ્રૌપદી મુર્મુ આગામી સપ્તાહના બુધવારના (13 જુલાઈ) રોજ ગુજરાતમાં ચૂંટણી પ્રચારઅર્થે આવી રહ્યા છે. દ્રૌપદી મુર્મુ અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમ અને આદિવાસી ક્ષેત્ર તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસ કરશે. આ દરમિયાન તેઓ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજીને (Draupadi Murmu program in Gujarat) પોતાને મત આપવા અપીલ કરશે.

આ પણ વાંચો :ગુજરાત પ્રદેશ NSUIના નવા પ્રમુખે પદ ગ્રહણ કર્યા

સમર્થનની અપીલ - ભારતના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે 18 (Presidential Election 2022) જૂલાઈના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં તેઓ મહિલા આદિવાસી ઉમેદવાર હોવાથી દ્રૌપદી મુર્મુ ગુજરાતમાં વિપક્ષના આદીવાસી ધારાસભ્યો પાસે પણ સમર્થનની અપિલ કરશે. તેમજ આ ચૂંટણીમાં સાંસદ કે ધારાસભ્ય મતદાન માટે સ્વતંત્ર છે, એક રીતે રાજકીય પાર્ટી વ્હિપ જાહેર કરી શકતી નથી.

આ પણ વાંચો :રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ શિવ મંદિરમાં કરી સફાઈ

યશવંત સિંહા પણ ગુજરાતની મુલાકાતે - વિપક્ષના રાષ્ટ્રપતિ (Yashwant Sinha Gujarat Visit) પદના ઉમેદવાર યશવંત સિંહા 8મી (આજે) જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે છે. યશવંત સિંહા ગાંધીનગર ગુજરાત વિધાનસભા ખાતે ચોથા માળે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. જેમાં તેઓ ધારાસભ્યોનું સમર્થન માગશે કોંગ્રેસના ધારાસભ્યોને આ બેઠકમાં હાજર રહેવા માટે પક્ષે તાકીદ કરી છે.

ABOUT THE AUTHOR

...view details