અમદાવાદ : આપણે વારંવાર આત્યહત્યાની ખબર જોતા જ હોય છે, ઘણી એવી ઘટનાઓ પણ છે જેને લઈને સમગ્ર રાજ્યમાં હાહાકાર મચી ગયો ( Suicide Cases In Gujarat) છે. રાજ્યમાં આત્મહત્યા મામલે NCRB નો રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો સામે આવ્યો (NCRB Report 2021) છે. આમ, રાજ્યમાં બનેલી આત્મહત્યાની આ 4 ઘટનાઓ કે જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો માહોલ છવાઈ ગયો હતો. તો ચાલો આ કઈ ઘટના હતી કે, સામે આવ્યા બાદ દરેક ગુજરાતીનું કાળજું કંપી ઉઠ્યું હતુ.
પોલીસ પરિવાર આત્મહત્યા કેસ :અમદાવાદમાં આજે 7 સપ્ટેમ્બરના રોજ પોલીસ કર્મચારી કુલદીપ સિંહે પોતાની નાની બાળકી અને પત્ની સાથે 12 માં માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. (police family committed suicide). પોલીસકર્મીની આત્મહત્યા કરવા પાછળ કયું કારણ છે એ હજી સુધી જાણી શકાયું નથી (Reason behind suicide of a policeman). પોલીસનો કાફલો હાલ ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહ્યો છે. આત્મહત્યા કરનાર પોલીસકર્મી અને તેના પરિવારનું હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્રણ વર્ષની બાળકી આકાંક્ષી, પત્ની રિદ્ધિબેન અને પોલીસકર્મી કુલદીપ સિંહ યાદવે મોડી રાત્રે દોઢ વાગે 12 માં માળેથી ઝંપલાવીને આત્મહત્યા કર્યો હતો. કુલદીપ સિંહનાં બહેન તેમની નજીકમાં જ રહે છે. આત્મહત્યા પાછળના કારણો જાણવા તજવીજ શરૂ કરાઇ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નસીફા આત્મહત્યા કેસ :વડોદરામાં 23 જૂન 2022 ના દિવસે 25 વર્ષીય નસીફાએ ગળે ફાંસો ખાઈ જીવન (Vadodara girl commits suicide) ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર વીડિયો પણ બનાવ્યો હતો. જોકે તેનો આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો અને તે પરત વડોદરા આવી હતી. જ્યાં બે દિવસ બાદ યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે અમદાવાદના યુવકના પ્રેમમાં આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ પરિજનો દ્વારા કરવામાં આવ્યા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ યુવકે લગ્નની લાલચ આપી ત્યારબાદ વિશ્વાસઘાત કરતા યુવતી આઘાતમાં આવી ગઈ હતી. જેથી નસીફાએ ગળેફાંસો ખાઈ જીવનનો અંત લાવી દીધો છે. યુવતીએ આત્મહત્યા પહેલા બનાવેલો વીડિયો સોશયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.
આઇશા આત્મહત્યા કેસ :પતિના ત્રાસ છતાં તેના વિશે પ્રેમના શબ્દો બોલી હસતાં હસતાં વીડિયો બનાવી અમદાવાદના વટવાની એક પરિણીતાએ 27 ફેબ્રુઆરી 2021ના દિવસે સાબરમતી નદીમાં કૂદી આત્મહત્યા કરી હતી. જણાવી દઈએ કે,આઇશાના લગ્ન 2018માં રાજસ્થાનમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતાં. લગ્ન બાદ આઇશાને તેનો પતિ અને સાસરિયાઓ દહેજ બાબતે સતત ત્રાસ આપતા હતા. આ બાદ કંટાળીને તેમણે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા તેના માતા પિતા તેને શોધવા નીકળ્યા હતા. થોડા સમય બાદ આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે બિનવારસી મળી આવ્યો છે. રિવરફ્રન્ટ પર તપાસ કરતાં ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે નદીમાં તપાસ કરી એક મહિલાની એટલે કે આઇશાની મૃતદેહ બહાર કાઢ્યો હતો. આઇશાના મોબાઈલ ફોનમાં જોયું તો તેણે એક વીડિયો બનાવી તેના પતિને મોકલ્યો હતો. પતિના ત્રાસથી આઇશાએ આત્મહત્યા કરતા પોલીસે આ મામલે વીડિયોના પુરાવાના આધારે આઇશાના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બાદ, ને એક વર્ષ સુધી ફાસ્ટટ્રેકમાં (Ahmedabad Sessions Court) ચલાવીને આઇશાના પતિ આરોપી આરીફ ખાનને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી હતી. Ayesha suicide case