ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ CR પાટીલના પ્રવાસને લઈ NCPના આકરા પ્રહાર - સી આર પાટીલ

કોરોના ગાઈડલાઈન્સના ખુલ્લંખુલ્લાં ધજાગરા ઉડાડતાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના પ્રવાસ કાર્યક્રમો ચર્ચાના ચગડોળે છે. ગઈકાલે તેમનો સૌરાષ્ટ્રના બે જિલ્લાઓનો પ્રવાસ આ ચર્ચાઓ અને ટીકાઓના કારણે મોકૂફ પણ રાખવામાં આવ્યો છે. પાટીલના કાર્યક્રમોમાં કોરોના ગાઈડલાઇન્સ પ્રમાણે સોશિઅલ ડિસ્ટન્સ જાળવવા સહિતના નિયમોનું સદંતર ઉલ્લંઘન ચલાવી લેવાય અને વિપક્ષનો નાનકડો કાર્યક્રમ પણ નિયમાવલીના નામે કરવા દેવાય નહીં ત્યારે રોષ ભભૂકી રહ્યો છે જેને એનસીપીના નેતા દ્વારા વાચા આપવામાં આવી હતી.

CR પાટીલના પ્રવાસને લઈ NCPના આકરા પ્રહાર
CR પાટીલના પ્રવાસને લઈ NCPના આકરા પ્રહાર

By

Published : Sep 7, 2020, 5:09 PM IST

અમદાવાદઃ રાજ્યમાં કોરોના મહામારી હાલ ચાલી રહી છે. દિવસે દિવસે એક કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભાજપના પ્રમુખ સી આર પાટીલના પ્રવાસને લઇને એનસીપીએ આકરા પ્રહાર કર્યાં છે. એનસીપીના પ્રમુખ જયંત પટેલે જણાવ્યું છે કે સી આર પાટીલની રેલી એ એક પ્રકારે ગુજરાતમાં માર્શલ લૉ લાગુ હોય એવું લાગે છે. ગુજરાતમાં સામાન્ય નાગરિક વિરોધ પ્રદર્શન અથવા તો કોઈ રેલી નીકળે છે તો તેની અટકાયત કરી દેવામાં આવે છે જ્યારે સત્તાધારી ભાજપ પક્ષ અને કોઈપણ જાતના નિયમો લાગુ પડી રહ્યાં નથી. કોઈ રોકટોક વગર પ્રવાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે સામાન્ય નાગરિકો સામે કેસ બનાવવામાં આવે છે અને એમની ધરપકડ પણ કરવામાં આવે છે તે કોઇપણ રીતે યોગ્ય બાબત ગણી શકાય તેમ નથી.

CR પાટીલના પ્રવાસને લઈ NCPના આકરા પ્રહાર
ભાજપ પ્રમુખ સી આર પાટીલે જાતે જ આત્મદર્શન કરવું જોઈએ. સામાન્ય નાગરિક કઈ પરિસ્થિતિની સામે ચાલી રહ્યો છે ત્યારે તેઓ આ પ્રવાસ કરીને પોતાની નામના મેળવી રહ્યાં છે કે પછી સામાન્ય નાગરિકને કોરોનાની મહામારીની ઝપેટે આવી રહ્યાં છે તે તેમણેે વિચારવું જોઈએ. આગામી દિવસોમાં યોગ્ય પગલાં લેવાય છે કે નહીં તે તો જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details