ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદઃ ગરબાના મોટા આયોજકોએ ગરબા મોકૂક રાખવાનો લીધો નિણર્ય - navratri celebration 2020

રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે. ત્યારે ગરબા રસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા સામે આવ્યા છે. ગરબાના મોટા આયોજકોએ ગરબા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

ગરબા
ગરબા

By

Published : Sep 13, 2020, 9:13 AM IST

અમદાવાદ : આ વર્ષે શક્તિના પર્વ નવરાત્રિમાં રાસગરબાના આયોજનો થવા જોઈએ કે નહીં તે સવાલ ચર્ચા અને વિવાદનો વિષય બની ગયો છે. જેમાં સરકારે શરતી મંજૂરી આપવાનો સંકેત સાપડયો હોવા છતાં કેટલાંક આયોજકોએ પહેલ કરીને કાર્યક્રમો મોકૂફ રાખવા તૈયારી દેખાડી દીધી છે.

આગામી 17 ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાસ-ગરબાનું આયોજન કરવું કે કેમ? તે મુદ્દે અસમંજસ જેવો માહોલ છે. રાજ્ય સરકાર નવરાત્રિમાં છૂટછાટ આપવા વિચારી રહી છે. ત્યારે અનેક ગરબા આયોજકોએ જ આ વખતે સ્વેચ્છાએ મહોત્સવનું આયોજન પડતું રાખવાનું નક્કી કરી લીધું છે. તો બીજી તરફ અમદાવાદમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે અમદાવાદમાં ગરબાના આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના મોટા આયોજકોએ નવરાત્રી આયોજન મોકૂફ રાખ્યું હોવાના અહેવાલ મળતા ખેલૈયાઓમાં થોડી નિરાશા સાંપડી છે. અમદાવાદના સૌથી મોટું ગરબાનું આયોજન કરતા આયોજકોમાં રાજપથ, કર્ણાવતી, શંકુ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે.

ગરબાના મોટા આયોજકોએ ગરબા મોકૂક રાખવાનો લીધો નિણર્ય
અમદાવાદમાં રાજપથ ક્લબ ખાતે થતા ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં. આ અંગે રાજપથ ક્લબના જનરલ મેનેજર અમિત પટેલ જણાવ્યું કે, દેશહિતમાં અમે આ નિર્ણય લીધો છે અને ખેલૈયાઓને પણ અપીલ કરી છે કે, એક વર્ષ ગરબા રમવા નથી. કારણ કે, મોટા પાયે અહીં ગરબાનું આયોજન થતું હોય છે, ત્યારે જો થોડા માણસને પણ કોરોના હોય તો મોટી સંખ્યામાં આ સંક્રમણ વધી શકે છે. સરકાર ગરબાના આયોજનની મંજૂરી આપશે તો પણ અમે નહીં કરીએ. અમે અને કમિટિએ સાથે બેસીને નક્કી કર્યું છે કે, રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને આ એક વર્ષ રાજપથ ક્લબમાં ગરબાનું આયોજન નહીં થાય.

ABOUT THE AUTHOR

...view details