ગુજરાત

gujarat

ETV Bharat / city

તહેવારોનું સ્વરૂપ બદલાયું, અમદાવાદમાં મળી રહ્યાં છે ચોકલેટના ફટાકડા - ફટાકડાની ચોકલેટ

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નાનાથી લઈને મોટા તમામ લોકો ફટાકડા ફોડવા માટે તત્પર થઇ રહ્યા છે. ત્યારે જો તમને કોઈ સુતળી બોમ્બ, રોકેટ કે પછી ચકરડી અને કોઠી ખાવાનું કહે તો??? આ વાત તમને મજાક લાગશે. પરંતુ અમદાવામાં લોકો ફટાકડા ખાય છે. જીહા, જુઓ આ વિશેષ અહેવાલ...

Ahmedabad news
Ahmedabad news

By

Published : Nov 8, 2020, 4:21 PM IST

  • બાળકો ફટાકડા ખાઇને થશે ખુશખુશાલ
  • અમદાવાદની મહિલાએ બનાવ્યા ચોકલેટના ફટાકડા
  • અમદાવાદમાં મળી રહ્યાં છે ખાવાના ફટાકડા

અમદાવાદ: દિવાળીના તહેવારને હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદના ફટાકડા અને મીઠાઈ માર્કેટમાં પણ આ વર્ષે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ વેપારીઓ એવી આશા લઈને બેઠા છે કે દિવાળીના છેલ્લા દિવસોમાં ઘરાકી જોવા મળશે. બીજી બાજુ અમદાવાદની મહિલા કૃપા શાહ જેણે નવો પ્રયોગ હાથ ધર્યો છે અને બનાવ્યા છે ચોકલેટના ફટાકડા. બાળકો ફટાકડા ફોડીને ખુશ થતા હોય છે. પરંતુ આ વર્ષે બાળકો ફટાકડા ખાઈને પણ ખુશ થશે.

કૃપા શાહે બનાવ્યા ખાવાના ફટાકડા

ચોકલેટ મેકર કૃપા શાહે જણાવ્યું કે, તેનો પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી હોમમેડ ચોકલેટના વ્યવસાય સાથે જોડાયેલો છે. ત્યારે ચોકલેટમાં કંઈક નવી વેરાઈટી લાવતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે બાળકોને ફટાકડા ફોડવા નહીં મળે ત્યારો બાળકો ફટાકડા રૂપે ચોકલેટ ખાઈ શકે તે માટે ફટાકડા જેવા આકારમાં ચોકલેટ બનાવવામાં આવી છે. સાથે જ બાળકોના સ્વાસ્થ્ય માટે ડાર્ક ચોકલેટ અને ડ્રાયફ્રુટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વર્ષે ફટાકડાના વેંચાણમાં ઘટાડો નોંધાયો

કોરોના મહામારીના કારણે ફટાકડાનું વેચાણ દર વર્ષ કરતા 70 ટકા ઓછું જોવા મળી રહ્યું છે. બીજી તરફ અમદાવાદની કૃપા શાહે નવો પ્રયોગ હાથ ધરી ચોકલેટના ફટાકડા વેચવાનું શરૂ કરી દીધું છે. જોકે આ ફટાકડા માર્કેટમાં રૂપિયા 100થી 200 સુધી મળી રહ્યા છે. એટલે તહેવારનું સ્વરૂપ બદલાયું છે. સાથે જ મીઠાઈઓ અને સ્વરૂપ પણ બદલાઈ રહ્યા છે અને બાળકો ફટાકડા ફોડવાની સાથે ચોકલેટના ફટાકડા ખાઈને મજા માણે તે માટે નવો પ્રયોગ અજમાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details