- રાષ્ટ્રીયકૃત બેન્કોના કર્મચારીઓ હડતાળ પર
- ખાનગીકરણ અને અન્ય નીતિઓના વિરોધમાં હડતાળ
- હડતાળથી થશે કરોડોનું નુકસાન
અમદાવાદઃ જિલ્લા સહિત દેશભરમાં બેન્કના ખાનગીકરણ અને સરકારની વિવિધ નીતિઓના વિરોધમાં બેન્ક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ યુનિયનના અને કામદાર કર્મચારી સંગઠનો દ્વારા એક દિવસીય હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે.
શા માટે કર્મચારીઓ કરી રહ્યા છે હડતાળ?
બેન્કોના ખાનગીકરણ અને બેન્કોને મર્જ કરવા બાબતે બેન્ક કર્મચારીઓએ બેન્ક હડતાળનું એલાન આપ્યું છે. મર્જ થવાના કારણે બેન્કોની બ્રાન્ચ ધીરે ધીરે બંધ થઈ રહી છે, જેને કારણે નોકરીની તકો ઓછી થઈ રહી છે અને બેન્ક દ્વારા પણ નવી ભરતી કરવામાં આવી રહી નથી. આ ઉપરાંત મોટા ભાગની બેન્કો ખાનગીકરણ તરફ વળી રહી હોવાથી કાયમી નોકરી પણ ના મળી શકે, જેને લઈ એક દિવસીય હડતાળ કરવામાં આવી છે.