ગુજરાત

gujarat

ETV Bharat / city

PM મોદી ગુજરાતના લઠ્ઠાકાંડ માટે કેમ એક શબ્દ પણ બોલતા નથી, યૂથ કૉંગ્રેસનો એક જ પ્રશ્ન - PM Modi silent on Gujarat Latha kand Case

રાષ્ટ્રીય યુથ કૉંગ્રેસના અધ્યક્ષ અને મહિલા અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે પહોંચ્યાં (Youth Congress and Women Mahila Congress President Gujarat Visit) છે. ત્યારે તેમણે અમદાવાદમાં આવતા વેંત જ ભાજપને આડેહાથ લીધી (Youth Congress attack on BJP) હતી. સાથે જ તેમણે રાજ્યમાં દારૂબંધી અંગે (Congress question on liquor ban) સરકારને અનેક પ્રશ્નો કર્યા હતા.

PM મોદી ગુજરાતના લઠ્ઠાકાંડ માટે કેમ એક શબ્દ પણ બોલતા નથી, યૂથ કૉંગ્રેસનો એક જ પ્રશ્ન
PM મોદી ગુજરાતના લઠ્ઠાકાંડ માટે કેમ એક શબ્દ પણ બોલતા નથી, યૂથ કૉંગ્રેસનો એક જ પ્રશ્ન

By

Published : Aug 1, 2022, 11:53 AM IST

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) યોજાવાની છે. ત્યારે હવે રાજકીય પક્ષોના આંટાફેરા ગુજરાતમાં વધી ગયા છે. કૉંગ્રેસના પણ રાષ્ટ્રીય નેતાઓ હવે અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી (Congress Leaders on Gujarat Visit) રહ્યા છે. તેવામાં હવે રાષ્ટ્રીય યુથ કૉંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવી અને ઑલ ઈન્ડિયા મહિલા કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ નેત્તા ડિસોઝા આજે ગુજરાતના પ્રવાસે (All India Mahila Congress Acting President Netta D souza) પહોંચ્યા છે.

આવતાં જ ભાજપ પર વરસ્યા કોંગી નેતાઓ- બંનેએ અહીં આવતા વેંત જ ભાજપ સરકાર પર આકરા પ્રહાર (Youth Congress attack on BJP) કર્યા હતા. સાથે જ તેમણે દારૂબંધીને મોટો પ્રશ્ન (Congress question on liquor ban) ગણાવ્યો હતો. મહત્વનું છે કે, મહિલા કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની અધ્યક્ષતામાં કૉંગ્રેસની બેઠકનું આયોજન (All India Mahila Congress Acting President Netta D souza) કરાયું છે.

લઠ્ઠાકાંડે ગુજરાતની છબી બગાડીઃ કોંગ્રેસ

આ પણ વાંચો-શું ખરેખર પોલીસ સ્ટેશનના 300 મીટરમાં જ ચાલે છે દારૂનું સ્ટેન્ડ!, કૉંગ્રેસના આક્ષેપ

લઠ્ઠાકાંડે ગુજરાતની છબી બગાડી -યૂથ કૉંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બીવીએ (Youth Congress National President Srinivas BV) અમદાવાદ એરપોર્ટ પર ઉતરતા જ ગુજરાતમાં થયેલા લઠ્ઠાકાંડથી (Botad Latha Kand Case) ગુજરાતની છબી બગડી છે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યનો યુવાન દારૂ, ડ્રગ્સના રવાડે ચડ્યો છે. તેમ છતાં હજી ભાજપ સરકાર મૌન જોવા મળી રહી છે. ગુજરાતમાં પેપરકાંડ, લઠ્ઠાકાંડથી ગુજરાતની જનતા હવે પરિવર્તન માગી રહી છે. યૂથ કૉંગ્રેસ આવનારા સમયમાં ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારીના પ્રશ્નો ઉઠાવશે. આજના સમયમાં ગુજરાતના 4 લાખ યુવાનો બેરોજગરીના હિસાબે ડિપ્રેશનમાં (Youth of Gujarat in depression) છે.

ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી

ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી-યૂથ કૉંગ્રેસના મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ નેટ્ટા ડિસોઝાએ (All India Mahila Congress Acting President Netta D souza) ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ડ્રાય સ્ટેટ કહેવાય છે. તેમ છતાં મોટા ભાગના દારૂનું વેચાણ થાય છે. ગુજરાતમાં બનેલા લઠ્ઠાકાંડમાં 70 લોકો મૃત્યુ થયા છે. તેમ છતાં ભાજપ સરકાર હજી સુધી કડક પગલાં લેવામાં આવ્યા નથી. આ જ ભાજપ સરકારની નિષ્ફળતા દર્શાવે છે.

આ પણ વાંચો-ગુજરાતનું આ તે કેવું ગામ, જ્યા પાણી કરતા વધારે મળે છે દારૂ

વડાપ્રધાન પણ હજુ સુધી મૌન -ગુજરાત સરકાર સાથે દેશના વડાપ્રધાન પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી (Congress question on liquor ban) છે. તેમ છતાં દારૂ વેચાણ મોટાપાયે થઈ રહ્યું છે. ગુજરાતમાં લઠ્ઠાકાંડથી 70થી વધુ લોકો મૃત્યુ થયા તેમ છતાં હજી સુધી વડાપ્રધાન (PM Modi silent on Gujarat Latha kand Case) પોતાની ચૂપ્પી તોડી નથી. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ હજી સુધી પીડિત પરિવાર મુલાકાત પણ નથી કરી. આને જોતા ભાજપની નિષ્ફળતા સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details