- ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત(President of Gujarat Raj Shekhawat)નો સૌથી મોટો આક્ષેપ
- ગુજરાત રાજ્યના પ્રદિપસિંહ જાડેજા(Home Minister Pradipsinh Jadeja) પર મોટો આરોપ
- પ્રદિપસિંહ જાડેજા(Home Minister Pradipsinh Jadeja)એ મારી પર રાખી રાજકીય કિન્નાખોરી
- ક્રાઈમ બ્રાન્ચ ગૃહપ્રધાનના ઇશારે પરેશાન કરે છે - શેખાવત
અમદાવાદઃ ગુજરાત સરકારના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા(Home Minister Pradipsinh Jadeja) ને રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવતે(President of Gujarat Raj Shekhawat) આર્થિક રીતે તોડી પાડવાનો થતો પ્રયાસ બંધ નહીં થાય તો રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ કરાશે તેવી ચીમકી તેમણે આપી છે. જો સમગ્ર મામલાની વાત કરીએ તો, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના અધ્યક્ષ રાજ શેખાવત (President of Gujarat Raj Shekhawat)અમદાવાદમાં એક ખાનગી સિક્યુરિટીનો વ્યવસાય કરે છે. જે ખાનગી સિક્યુરિટી સરકારના નિયમો અંતર્ગત રહીને ગુજરાતના યુવાનોને રોજગારી આપી રહી હોય તેવું તેમણે જણાવ્યું છે.
આ પણ વાંચોઃદલિતો પર વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે આગોતરા જામીન મેળવવા રાજ શેખાવત હાઈકોર્ટના દ્વારે
કોરોના કાળ દરમિયાન તેઓએ કોવિડ દર્દીઓની ઘણી સેવા કરી
રાજ શેખાવત(President of Gujarat Raj Shekhawat)એ વધુમાં જણાવ્યું કે, ખાનગી સિક્યુરિટીથી અનેક લોકો પ્રસન્ન થયા છે અને તેઓને ખાનગી સિક્યુરિટી પ્રશંસાપાત્ર પણ મળેલા છે, તો બીજી તરફ રાજ શેખાવત(President of Gujarat Raj Shekhawat)અમદાવાદમાં એક ખાનગી હોટલ પણ ધરાવે છે. જેમાં કોરોના કાળ દરમિયાન તેઓએ કોવિડ દર્દીઓની ઘણી સેવા કરી છે. ત્યારે સરકાર શા માટે ખાનગી અદાવત રાખી રહી છે, તેનો આક્રોશ રાજ શેખાવત અને કરણી સેનામાં જોવા મળી રહ્યો છે.
રાજપૂત સમાજને એક કરવા માટે રાત-દિવસ કાર્યરત રહે છે
ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત (President of Gujarat Raj Shekhawat)જે વીરતાપૂર્વક ભારતીય સેનામાં પોતાની ફરજ બજાવી આજે જાહેર જીવનમાં સમાજ સેવા કરી રહ્યા છે. તે પોતે ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં અવારનવાર પ્રવાસ કરી રાજપૂત સમાજને એક કરવા માટે રાત-દિવસ કાર્યરત હોય તેવું તેમના આગેવાનો જણાવી રહ્યા છે.
સરકાર પર કર્યા ગંભીર આક્ષેપો
તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોમાં જ્યારે કોઈ પણ પરિવાર સાથે અન્યાય થાય ત્યારે ત્યાં પહોંચીને ન્યાય અપાવવા માટેની તાકાતથી અને ન્યાયિક રીતે અવાજ બુલંદ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં પણ અનેક જિલ્લાઓમાં જ્યારે ગુજરાતના નાગરિકોને અન્યાય થાય ત્યારે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત અધ્યક્ષ રાજ શેખાવત ત્યાં પહોંચીને ન્યાય અપાવવા માટે આંદોલન કરતા હોય છે. જે ગુજરાતની સરકારને દેખાતું ન હોવાનું તેમણે આક્ષેપ કર્યો છે.
ગુજરાત સરકાર રાજકીય કિન્નખોરી રાખી રહ્યા છે - શેખાવત
તેમણે વધુમાં એક આક્ષેપ કર્યો કે, જે કામ ગુજરાત રાજ્યની ગુજરાત સરકારે કરવા જોઈએ તે કામ આજે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત કરી રહ્યા છે. રાજ શેખાવત દ્વારા કરવામાં આવતા સમાજસેવાના કાર્યો ગુજરાત સરકારના અનેક પ્રધાનો સહિત અધિકારીઓએ કરવા જોઈએ. પરંતુ તેઓ કામ કરવાની જગ્યાએ સહન પણ કરી શકતા નથી. એટલે રાજ શેખાવત પર રાજકીય કિન્નાખોરી રાખીને તેમને આર્થિક રીતે તોડી પાડવા ગુજરાત સરકારના ગૃહ ખાતા તરફથી પોલીસ તેમજ સરકારી તંત્રનો દુરૂપયોગ કરી તેમના ધંધા-રોજગાર બંધ કરાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાના રાજ શેખાવત દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
ખોટી રીતે નોટિસ અને ઇન્સ્પેકશન નામે મારો વ્યવસાય બંધ કરાવ્યો - શેખાવત