ગુજરાત

gujarat

ETV Bharat / city

આ અન્નકુટ અનોખો છે, આંગણવાડીના બાલગોપાલ જમશે પોષણયુક્ત વાનગીઓ - આંગણવાડીના બાલગોપાલ

અમદાવાદની આંગણવાડીમાં નાના બાળકો માટે અનોખો અન્નકૂટ બનાવાયો હતો. આંગણવાડી બહેનો દ્વારા પ્રિમિક્ષના પેકેટમાંથી ન્યુટ્રી બિસ્કીટ, ન્યુટ્રી કેક, નાનખટાઇ, મુઠીયા, વિગેરે વાનગીઓ બનાવી તેનું પ્રદર્શન આરોગ્ય ભવન આઇ.સી.ડી.એસ. વિભાગમાં રાખવામાં આવ્યું હતું.

આ અન્નકુટ અનોખો છે, આંગણવાડીના બાલગોપાલ જમશે પોષણયુક્ત વાનગીઓ
આ અન્નકુટ અનોખો છે, આંગણવાડીના બાલગોપાલ જમશે પોષણયુક્ત વાનગીઓ

By

Published : Sep 26, 2020, 5:47 AM IST

અમદાવાદઃ શહેરની આંગણવાડી દ્વારા લભાર્થીઓને ‘બાળ શક્તિ’, ‘માતૃ શક્તિ’ અને ‘પુર્ણા શક્તિ’ પ્રીમીક્ષના પેકેટ આપવામાં આવે છે. આ પોષણયુકત પ્રિમિક્ષમાંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. અ.મ્યુ.કો આઇ.સી.ડી.એસ. અંતર્ગત વિવિધ વોર્ડમાં કુલ 2101 આંગણવાડી કાર્યરત છે. હાલ આંગણવાડીમાં "રાષ્ટ્રીય પોષણ માહ"ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત વાનગી હરીફાઇનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અન્નકુટ અનોખો છે, આંગણવાડીના બાલગોપાલ જમશે પોષણયુક્ત વાનગીઓ

નેશનલ ન્યુટ્રિશન મિશનના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અનિતાબેન નમહાએ જણાવ્યું કે, "રાષ્ટ્રીય પોષણ માહ-2020" અંતર્ગત પોષણના 5(પાંચ) સુત્ર બાળકના પ્રથમ 1000 દિવસ, જાડા નિયંત્રણ, પોષ્ટીક અને સંપૂર્ણ આહાર, એનિમિયા અને હેન્ડ વોશીંગ વીશે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઇ તે અંગેની જાણકારી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. "હર ઘર પોષણ,હર ઘર રોશન" સુત્રને સાર્થક કરવા લોકોને બાળકોના પોષણયુક્ત આહાર અંગે જાગૃત કરવામાં આવે છે.

આ અન્નકુટ અનોખો છે, આંગણવાડીના બાલગોપાલ જમશે પોષણયુક્ત વાનગીઓ

વાનગી-અન્નકૂટના પ્રદર્શન પ્રસંગે મુખ્ય અતિથી મહિલા અને બાળ કમિટીના ચેરપર્સન અને મ્યુ.કાઉન્સિલર પુષ્પાબેન મીસ્ત્રી, મ્યુ.કાઉન્સિલર જયશ્રીબેન, આઇ.સી.ડી.એસ કચેરીના ઇ.ચાર્જ પ્રોગ્રામ ઓફીસર ભારતીબેન મકવાણા અને દરેક ઘટકના સી.ડી.પી.ઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અન્નકુટ અનોખો છે, આંગણવાડીના બાલગોપાલ જમશે પોષણયુક્ત વાનગીઓ

ABOUT THE AUTHOR

...view details