ગુજરાત

gujarat

ETV Bharat / city

કેવડિયામાં આજથી 2 દિવસ યોજાશે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત - મિડીએશન અંગે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સમાં ચર્ચા

નર્મદામાં કેવડિયા ખાતે આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં (National Judicial Conference at SOU) આજે (9 એપ્રિલ) અને 10 એપ્રિલે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ (National Judicial Conference 2022) યોજાશે. અહીં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશો પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.

કેવડિયામાં આજથી 2 દિવસ યોજાશે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત
કેવડિયામાં આજથી 2 દિવસ યોજાશે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સ, રાષ્ટ્રપતિ રહેશે ઉપસ્થિત

By

Published : Apr 7, 2022, 11:37 AM IST

Updated : Apr 9, 2022, 10:02 AM IST

અમદાવાદઃ કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં 9 અને 10 એપ્રિલે નેશનલ જ્યુડિશિયલ કોન્ફરન્સનું (National Judicial Conference 2022) આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કોન્ફરન્સમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમાર (Gujarat High Court Chief Justice Arvind Kumar) સહિત સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ન્યાયાધીશો પણ ઉપસ્થિત રહેશે. ન્યાયાધીશોના માર્ગદર્શન અંતર્ગત આ કાર્યક્રમ યોજાશે.

કોન્ફરન્સમાં 2 દિવસ યોજાશે સત્ર

કોન્ફરન્સમાં આ મહાનુભાવો રહેશે ઉપસ્થિત - આ કોન્ફરન્સના (National Judicial Conference 2022) ઉદ્ઘાટન પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમન્ના, રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, ભારત સરકારના કાયદા અને ન્યાય પ્રધાન કિરણ રિજિજુ અને જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર, જસ્ટિસ એમ. આર. શાહ, જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સહિત દરેક હાઈકોર્ટના રજિસ્ટ્રાર પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 10 એપ્રિલે આવશે ગુજરાત, માધવપુર-ઘેડના લોકમેળાનો કરાવશે પ્રારંભ

કોન્ફરન્સમાં 2 દિવસ યોજાશે સત્ર- આ કોન્ફરન્સમાં (National Judicial Conference 2022) તમામ મહાનુભાવો વિવિધ વિષય ઉપર પોતાના અનુભવ અને વિચારો રજૂ કરશે. તો 9 એપ્રિલે મિડીએશન (Discussion on mediation at the National Judicial Conference) એટલે કે સમાધાન દ્વારા કેસનો નિકાલ જેવા વિષય પર ત્રણ સત્ર યોજાશે. જ્યારે 10 એપ્રિલે ઈન્ફર્મેશન ટેકનોલોજી વિષય પર 2 સત્ર યોજાશે, જેમાં સુપ્રીમ કોર્ટની ઈ-કમિટીના અધ્યક્ષ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ ફ્યૂચર ઓફ જસ્ટિસ- ટેકનોલોજી એન્ડ જ્યુડિશિઅરી વિષય પર પોતાના વિચાર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રજૂ કરશે. આ સમગ્ર કોન્ફરન્સનું આયોજન ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો-PM Modi Gujarat Visit: વડાપ્રધાન મોદી અને અમિત શાહનો એપ્રિલમાં ગુજરાત પ્રવાસ

ન્યાયાધીશો સાથે ચર્ચા કરી કોન્ફરન્સના મુદ્દા નક્કી કરાયા -આ કોન્ફરન્સમાં (National Judicial Conference 2022) મિડીએશન સંબંધિત પાસાઓને (Discussion on mediation at the National Judicial Conference) પણ આવરી લેવાશે. આ કોન્ફરન્સના વિષયો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે (Gujarat High Court Chief Justice Arvind Kumar) ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે પરામર્શ કરીને પસંદ કર્યા છે.

Last Updated : Apr 9, 2022, 10:02 AM IST

ABOUT THE AUTHOR

...view details