અમદાવાદસમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mahotsav) અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga) ચાલી રહ્યું છે. તેવામાં આ વખતે ખાદીના કાપડમાંથી બનેલા રાષ્ટ્રધ્વજ સૌની પહેલી પસંદ બની ગઈ છે. ત્યારે અમદાવાદ ખાદી ઉદ્યોગમાંથી રાષ્ટ્રધ્વજનું (Demand for khadi national flag) એટલું વેચાણ થઈ રહ્યું છે કે, રાષ્ટ્રધ્વજનો જથ્થો ખૂટી ગયો છે. આ ખાદી ઉદ્યોગમાં બહારના રાજ્યમાંથી પણ રાષ્ટ્રધ્વજના ઓર્ડર આવી (Order for National Flag of Khadi) રહ્યા છે. તેમ છતાં તેમને જથ્થો ખૂટી ગયો હોવાથી રાષ્ટ્રધ્વજ મળી રહ્યા નથી.
સબ કી પસંદ ખાદીઅમદાવાદના ખાદી ઉદ્યોગમાં પણ ધ્વજ જથ્થો ખૂટી પડ્યો છે. નાની સાઈઝના ધ્વજ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા નથી. અત્યારે માત્ર મોટી સાઈઝમાં જ ધ્વજ ઉપલબ્ધ છે. સરકાર દ્વારા રાષ્ટ્રધ્વજના નિયમોમાં (Changes in National Flag Regulations) ફેરફાર કર્યા છે. હજી પણ લોકો માટે ખાદીના ધ્વજ પહેલી પસંદ બની છે.
આ પણ વાંચોPM મોદીના માતા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયાં
50 હજારથી રાષ્ટ્રધ્વજનું વેચાણ થયુંસરિતા ખાદી ઉદ્યાનના (Sarita Khadi Park) સેક્રેટરી દિપેન બક્ષીએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અંદાજિત 50,000 જેટલા રાષ્ટ્રધ્વજનું વેચાણ માત્ર સરિતા ખાદી ઉદ્યાનમાંથી જ થઈ રહ્યું છે. દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી (Azadi ka Amrit Mahotsav) લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હજી પણ લોકો ભારે ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે.
આ પણ વાંચોપુરષોત્તમ રૂપાલાએ દાંડી મુકામે કાઢી ભવ્ય તિરંગા યાત્રા
44 લાખ રૂપિયાથી વધુ રકમના ધ્વજનું વેચાણસૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સરિતા ખાડી ઉદ્યોનમાંથી (Sarita Khadi Park) જ સમગ્ર ગુજરાતમાં રૂપિયા 44,00,000 રૂપિયાથી વધુના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરવામાં આવ્યું છે. ને હજી પણ 66,00,000 રૂપિયાના રાષ્ટ્રધ્વજનો ઓર્ડર (Order for National Flag of Khadi) આપવામાં આવ્યો છે. હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી નવા રાષ્ટ્ર ધ્વજનો ઓર્ડર આપવામાં આવી રહ્યો છે, પરંતુ હવે અંતિમ સમય હોવાથી નવા રાષ્ટ્રધ્વજ બનાવવા મૂશ્કેલ છે. આથી હવે માત્ર મોટા જ ધ્વજ છે. તે જ ખાદીના ધ્વજ મળી રહ્યા છે.
લોકોમાં ભારે ઉત્સાહવેપારીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ગઈકાલે જ અમદાવાદથી 100 જેટલા રાષ્ટ્રધ્વજ ખરીદી કરીને વેપાર માટે લઈ ગયો હતો પણ આજે તે તમામ રાષ્ટ્રધ્વજનું વેચાણ થઈ ગયું છે. ત્યારે આજે તાત્કાલિક નડિયાદથી રાષ્ટ્રધ્વજ લેવામાં માટે અમદાવાદ આવવું પડ્યું છે. લોકોમાં રાષ્ટ્રધ્વજમને લઈ ભારે ઉત્સાહ જોવા મળી છે. લોકો જાણે લોકો દિવાળીની ખરીદી કરી રહ્યા હોય તેવી રીતે રાષ્ટ્રધ્વજની ખરીદી કરી રહ્યા છે.