ગુજરાત

gujarat

ETV Bharat / city

અભિનેતા મલ્હાર ઠાકરના જન્મદિવસે લોન્ચ થયું નવું ગીત, બોલિવુડના સિંગરે આપ્યો છે અવાજ - એસપી સિનેકોર્પ

ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરના જન્મ દિવસે જ વિકીડા નો વરઘોડો ફિલ્મનું (Vikida No Varghodo Gujarati Film) ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકર, અભિનેત્રી માનસી રાચ્છ હાજરી આપી હતી. આ ફિલ્મ નિર્માતા શરદ પટેલ અગાઉ પણ તેમની ફિલ્મને નેશનલ એવોર્ડ (National Award winning filmmaker) પણ પ્રાપ્ત થયો હતો.

અભિનેતા મલ્હાર ઠાકરના જન્મદિવસે લોન્ચ થયું નવું ગીત, બોલિવુડના સિંગરે આપ્યો છે અવાજ
અભિનેતા મલ્હાર ઠાકરના જન્મદિવસે લોન્ચ થયું નવું ગીત, બોલિવુડના સિંગરે આપ્યો છે અવાજ

By

Published : Jun 29, 2022, 2:04 PM IST

Updated : Jun 29, 2022, 2:20 PM IST

અમદાવાદ: ટુંક સમયમાં રિલીઝ થનારી ટ્રેજિક કોમેડી ગુજરાતી ફિલ્મ(Tragic comedy Gujarati film) 'વિકિડા નો વરઘોડો'ના મેકર્સે કોન પ્લેક્સ સ્માર્ટ થિયેટરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં ફિલ્મનું સોંગ 'ઉડી રે' દર્શકો સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં સમગ્ર ભારત અને વિદેશમાં જબરદસ્ત લોકપ્રિયતા ધરાવતા પ્લેબેક સિંગર સોનુ નિગમે(Playback Singer Sonu Nigam) ઉડી રે ગીત ગાયું છે.

ગુજરાતી ફિલ્મના અભિનેતા મલ્હાર ઠાકરના જન્મ દિવસે જ વિકીડા નો વરઘોડો ફિલ્મનું ગીત લોંચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:આ ગુજરાતી કલાકારો આવી રહ્યા છે નવા જ ટોપિક સાથે, જૂઓ શું છે ફિલ્મની વિશેષતા

મલ્હાર ઠાકરના જન્મ દિવસે ગીત લોન્ચ કર્યું -ફિલ્મના લીડ અભિનેતા મલ્હાર ઠાકરના બર્થડેની ઉજવણી સાથે આ ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં તેમના કો-સ્ટાર માનસી રાચ્છએ પણ હાજરી આપી હતી. કોન પ્લેક્સ સ્માર્ટ થિયેટરના(Con Plex Smart Theater) સહ-સ્થાપક અને ડાયરેક્ટર રાહુલ ધ્યાની અને અનિષ પટેલે જણાવ્યું હતું કે, અમે 'વિકિડા નો વરઘોડો'ના સોંગ લોંચની યજમાની કરતાં ઉત્સાહિત છીએ. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ(Gujarati film industry) છેલ્લાં થોડાં વર્ષોમાં દરેક બાબતે જબરદસ્ત કામગીરી નિભાવી છે.અને અમને વિશ્વાસ છે કે ઉદ્યોગ નવી ઉંચાઈઓ હાંસલ કરશે. અમે મનોરંજન ઉદ્યોગ માટે અપાર જુસ્સો ધરાવીએ છીએ અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને જરૂરી તમામ સહયોગ કરીશું.

આ પણ વાંચો:"દીકરી વ્હાલનો દરિયો"નું સૂત્રને સાર્થક કરતી ગુજરાતી ફિલ્મ

ફિલ્મના નિર્માતા નેશનલ એવોર્ડ વિજેતા છે - 'વિકિડા નો વરઘોડો' નિર્માતા શરદ પટેલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે. જેમણે અગાઉ આપણને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ(National Award winning film) 'ધ તાશ્કંદ ફાઈલ્સ' કરી હતી. આ ફિલ્મનું લેખન, નિર્દેશન અને સંપાદન રાહુલ ભોલે અને વિનિત કનોજીયાએ કર્યું છે.જેઓ નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ 'રેવા'ના પણ ડાયરેક્ટર્સ છે. ફિલ્મના નિર્માતા શરદ પટેલ અને એસપી સિનેકોર્પના(SP Cinecorp) શ્રેયાંશી પટેલ સાથે અજય શ્રોફ, પંકજ કેશરુવાલા અને જાનવી પ્રોડક્શન્સના વિકાસ અગ્રવાલ, રિશિવ ફિલ્મ્સના આશિષ પટેલ અને નિરવ પટેલે તેમને સહયોગ કર્યો છે. ફિલ્મના સહ-નિર્માતા સન આઉટડોર્સના પ્રિતિષ શાહ છે.

Last Updated : Jun 29, 2022, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details