અમદાવાદ: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી (Narmada Water Resources Gujarat) પર ભાજપ સરકાર રાજનીતિ કરી રહી છે તેવો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, છેવાડાના ગામો હજુ પણ નર્મદાના પાણી (Narmada Water In Gujarat Villages)થી વંચિત છે. ગુજરાતના પડોશી રાજ્યો પાસેથી નર્મદા મુદ્દે લેવામાં આવતી રકમ લેવામાં આવતી નથી. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly 2022)ના સત્રમાં આજે નર્મદા ડેમ અને નર્મદાના પાણીના મુદ્દે ચર્ચામાં આવી હતી.
ભાજપ સરકાર નર્મદા નદી પર રાજનીતિ કરી રહ્યું છે- કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, નર્મદા નદી એ આપણી જીવાદોરી છે. આ નર્મદા નદી પર ડેમ (Dam on Narmada river) બાંધવાનું કામ કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. 2001 પહેલાની કોઈ પાર્ટીએ આ નદી પર રાજનીતિ કરી નથી, પણ 2001 પછી ભાજપ સરકાર નર્મદા નદી પર રાજનીતિ કરી રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતો અને છેવાડાના ગામોને નર્મદાના પાણીનો લાભ (Narmada Water To Farmers In Gujarat) મળવો જોઈએ તે લાભ મળ્યો નથી.
આ પણ વાંચો:Narmada Water For Farmers: કૃષિ પ્રધાન રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી 2 મહત્વની જાહેરાત
નહેરુએ નર્મદા ડેમનો પાયો નાંખ્યો હતો-ગુજરાતમાં નર્મદા નદી પર પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા ડેમનો પાયો નાંખવામાં આવ્યો હતો અને સરદાર વલ્લભ ભાઈ પટેલનું સપનું હતું કે ગુજરાતના છેવાડાનાં ગામોમાં પાણી પહોંચે. પણ આજે ભાજપ સરકારની કૂટ રાજનીતિથી ખેડૂત વંચિત રહ્યો છે. કોંગ્રેસે આ યોજના માટે 85 મીટર ઊંડો પાયો નાંખી બાંધકામ કર્યું હતું. તેમ છતાં કોઈ રાજનીતિ કરવામાં આવી નહોતી, પણ ભાજપે 27 વર્ષમાં માત્ર 47 મીટર બાંધકામ કર્યું છે તો તેના પર રાજનીતિ કરી રહ્યું છે.