ગુજરાત

gujarat

ETV Bharat / city

Nari Shakti  કલમથી લઇ કોમ્યુનિકેશન સુધી કસબને અજવાળનારાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય - આઝાદી કા અમૃત મહોત્સવ

ગુજરાતની મહિલા લેખિકાઓની (Gujarati Women Author ) શૃખંલામાં આજના સમયમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવતી કલમ કોની તેમ પૂછવામાં આવે તો તરત જ તેમનું નામ સપાટીએ આવી જાય છે. કલમની કસબી નારી શક્તિ (Nari Shakti ) ઓને પણ આઝાદી કા અમૃત મહોત્સવ ( azadi ka amrit mahotsav ) નિમિત્તે દેશના 75 સ્વતંત્રતા પર્વ (75th Independence Day of India) પર યાદ કરતાં આજે આવો મળીએ આપણાં જાણીતાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય (Kaajal Oza Vaidya) ને.

Nari Shakti : કલમથી લઇ કોમ્યુનિકેશન સુધી કસબને અજવાળનારાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય
Nari Shakti : કલમથી લઇ કોમ્યુનિકેશન સુધી કસબને અજવાળનારાં લેખિકા કાજલ ઓઝા વૈદ્ય

By

Published : Aug 10, 2022, 6:12 PM IST

Updated : Aug 10, 2022, 6:56 PM IST

અમદાવાદઃ કાજલ ઓઝા વૈદ્યનું (Kaajal Oza Vaidya)નામ અમદાવાદ સહિત જ્યાં પણ ગુજરાતી ભાષામાં બોલચાલ થઇ રહી છે ત્યાં પરિચિત નામ બની ગયેલું છે.આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ( azadi ka amrit mahotsav ) દેશના લોકો અનેક ક્ષેત્રોમાં નામના મેળવનારા પોતાનાં સિદ્ધહસ્તોને યાદ કરી રહ્યાં છે. ત્યારે નારી શક્તિની (Nari Shakti ) વંદના પણ કરી રહ્યો છે.ત્યારે દેશના 75 સ્વતંત્રતા પર્વના અવસરે (75th Independence Day of India) ગુજરાતી ભાષામાં મહિલા લેખિકા (Gujarati Women Author ) તરીકે સારું કાઢું કાઢનાર કાજલ ઓઝા વૈદ્યને (Kaajal Oza Vaidya) લેખકના રુપમાં વધુ વિગતે જાણીએ.

કલમથી લઇ કોમ્યુનિકેશન સુધીઃકાજલ ઓઝા વૈદ્યને લેખત ઉપરાંત પટકથા લેખક, રેડિયો પર્સનાલિટી અને પત્રકાર તરીકે નામના (Nari Shakti ) મળેલી છે, સાથે તેઓ અન્ય ઘણાં જેનરમાં પણ જાણીતાં છે. તેમણે શરૂઆતમાં પત્રકાર અને એક અભિનેત્રી તરીકે કદમ માંડ્યાં હતાં. પણ બહુ ઝડપથી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને નિબંધો લખીને છવાઇ ગયાં હતાં. તેમના નામે્ 86થી વધુ પુસ્તકો બોલે છે. આ ઉપરાંત સોપ ઓપેરા અને ફિલ્મોની વાર્તાઓ, સંવાદો અને સ્ક્રિપ્ટો લખી છે, છાપાંઓમાં કૉલમ લખે છે અને રેડિયો શોનું પણ આયોજન કરે છે.

કાજલને માનવના માનવ સાથેના સંબંધો વિશે લખવું બોલવું વિચારવું પ્રિય છે

પારિવારિક પૃષ્ઠભૂમિઃકાજલ ઓઝા વૈદ્યને (Kaajal Oza Vaidya) લેખક તરીકે પિછાણવા માટે તેમની પશ્ચાદભૂ જાણવી જરુરી છે. ગુજરાતી પત્રકારત્વના એક સમયના ખૂબ જાણીતા એવા દિગંત ઓઝાના તેઓ પુત્રી છે. તેમને લેખનવાંચનનો વારસો ઘરમાંથી જ પ્રાપ્ત થયો હોય તે સ્વાભાવિક છે. કાજલનો જન્મ મુંબઇમાં 29 સપ્ટેમ્બર 1966 રોજ થયો હતો. 22 જૂન 1993ના રોજ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે લગ્ન કર્યા હતાં. તેઓને એક પુત્ર તથાગત છે. 1986માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને સંસ્કૃતમાં ડિગ્રી સાથે સ્નાતકની પદવી મેળવી. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી એડવર્ટાઈઝીંગ મેનેજમેન્ટમાં અનુસ્નાતક ડિગ્રી મેળવી હતી.

લેખનમાં કારકિર્દી પસંદ કરીઃકાજલે (Kaajal Oza Vaidya)ટૂંકી વાર્તા સાથેલેખનક્ષેત્રની શરૂઆત કરી હતી. ત્યારબાદ કવિતા સંગ્રહ આપ્યો. જોકે તેમની લોકપ્રિયતા ત્યારે વધી જ્યારે પ્રથમ નવલકથા યોગ વિયોગ ચિત્રલેખા સાપ્તાહિકમાં (Nari Shakti ) પ્રકાશિત થઇ રહી હતી. આ પછી તેમણે પાછું વાળીને જોઇને જોવું પડ્યું નથી. ગુજરાતના તમામ અગ્રણી દેનિકોમાં તેમની કોલમ જોવા મળે છે.

કાજલના વક્તવ્યો દેશમાં અને વિદેશમાં યોજાતા રહે છે

કાજલનાં જાણીતાં પુસ્તકોઃતેમનું લેખન પ્રામાણિક અને સ્પષ્ટ કહેવાતું રહ્યું છે. 2005માં ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘સંબંધ. .. તો આકાશ’ કાજલનું પહેલું પ્રકાશિત પુસ્તક હતું. એ પછી કવિતા સંગ્રહ ‘શેષયાત્રા’ . ચિત્રલેખામાં ધારાવાહિક સ્વરૂપે પ્રકાશિત થયેલી નવલકથા ‘યોગ વિયોગ’ પહેલી જ નવલકથાથી લોકપ્રિય થઈ. દોઢ દાયકા કરતાં ઓછા સમયમાં 86થી વધુ પુસ્તકો આપીને કાજલે ગુજરાતી સાહિત્યમાં નિબંધો , પત્રસાહિત્ય , નવલકથાઓ , ટૂંકીવાર્તાઓ , નાટકો અને કવિતાઓ સહિત ફિલ્મની સ્ક્રીપ્ટ અને ટેલિવિઝન સિરિયલ જેવા વિવિધ વિષયોમાં પ્રદાન કર્યું છે. ગુજરાતીના કોઈ લેખકે ભાગ્યે જ જોઈ હોય એટલી આવૃત્તિઓ કાજલના પુસ્તકોએ જોઈ છે. કાજલના પુસ્તકો અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, ઉડિયા અને કન્નડમાં ટ્રાન્સલેટ થયા છે. કાજલની (Kaajal Oza Vaidya) ભાષા સરળ છે અને એનું વિષય વૈવિધ્ય માનવીય સંબંધો, પુરાણોના નૂતન અર્થઘટનથી શરૂ કરીને સમકાલીન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ (Nari Shakti ) સુધી વિસ્તરે છે.

આ પણ વાંચોઃ જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્ય દ્વારકાની મુલાકાતે

કાજલની કલમને અજવાળતી સિદ્ધિઓઃનાટક, સિનેમા અને ટેલિવિઝનની દુનિયામાં પણ કાજલનું, પ્રદાન નોંધપાત્ર છે. કાજલે લખેલી અનેક ટેલિવિઝન સિરિયલ્સ અને નાટકોને અનેક એવોર્ડ મળ્યા છે. ગુજરાતી દૂરદર્શન પર કાજલ ઔઝા વૈદ્ય લિખિત’એક ડાળના પંખી’ ટેલિવિઝન સિરિયલના 1700 એપિસોડ થયા છે. જે ગુજરાતી સિરિયલનો (Nari Shakti ) રેકોર્ડ છે. એમની લખેલી સિરિયલો, ‘મોટી બા’ અને ‘છૂટાછેડા’ ગુજરાતી ટેલિવિઝન પર સુપરહિટ પુરવાર થઈ છે. તો કોમ્યુનિકેશનનું ભાગ્યે જ કોઈ એવું માધ્યમ હશે જેમાં કાજલ ઓઝા વૈદ્યએ કામ ન કર્યું હોય. અમદાવાદની જાણીતી એફએમ ઉપર કાજલ ઓઝા વૈદ્યનો (Kaajal Oza Vaidya) રેડિયો શો ‘કાજલ એટ નાઈન’ ખૂબ જ લોકપ્રિય હતો.

આ પણ વાંચોઃ કેન્સર ડે વિશેષ: કેન્સર સર્વાઇવર અને ગુજરાતી રંગભૂમિના પ્રસિદ્ધ લેખિકા અર્ચના ચૌહાણ સાથે ખાસ મુલાકાત

સાદી ભાષામાં સીધી વાતનો પ્રભાવઃ કોઈ પણ પ્રકારની ગૂંચવણ વગરના સ્પષ્ટ અને સ્વતંત્ર વિચારોને કારણે કાજલના (Kaajal Oza Vaidya) વક્તવ્યો લોકપ્રિય છે. સાદી ભાષા છતાં હૃદયમાં ઉતરી જાય એવી સીધી વાત કાજલના વક્તવ્યોની (Nari Shakti ) ખાસિયત છે. પુરાણો, મહાકાવ્યો, ઇતિહાસથી શરૂ કરીને માનવીય સંબંધો , બાળઉછેર, શિક્ષણ કે આજના મહત્ત્વના સામાજિક અને રાષ્ટ્રીય મુદાઓ સહિત સાહિત્યના વિષયો ઉપર કાજલના વક્તવ્યો દેશમાં અને વિદેશમાં યોજાતા રહે છે. ‘માણસ’, ‘મન’ અને ‘જીવન’ કાજલના વક્તવ્યોનું હાર્દ રહ્યું છે. કાજલના વક્તવ્યો પછીની પ્રશ્નોત્તરી એના શ્રોતાઓ માટે સ્વયં સાથેનો સંવાદ શરૂ કરવાની એક નવી જ દિશા ઉઘાડી આપે છે.

Last Updated : Aug 10, 2022, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details