અમદાવાદઃ દેશમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. આ આઝાદીના અમૃતકાળમાં (Indian Independence Day )જેટલું પુરુષનું યોગદાન રહ્યું છે તેટલું યોગદાન મહિલાનું ( Best of Bharat ) પણ રહ્યું છે.તેથી આઝાદી અમૃત મહોત્સવ ઉજવણી (azadi ka amrit mahotsav) દરમિયાન આજ પણ મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાનું દેશ માટે અને સમાજ માટે ઉત્કૃષ્ટ યોગદાન (Har ghar tiranga )આપી રહી છે. ત્યારે આવો જાણીએ તેવી જ એક મહિલા ( Nari Shkati )વિશે જેણેે વિચરતી અને વિમુક્ત જાતિના (nomadic and de notified tribes ) લોકો માટે વિકાસના કામો કર્યા છે. નારી શક્તિને સલામ કરીએ.
સરકાર પાસે બેસીને પોલિસી બનાવીઃ સામાજિક કાર્યકર્તા મિત્તલ પટેલ (Mittal Patel Social Worker) ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક લોકો એક ગામથી બીજા ગામ કામ માટે ફરતા હોય છે. તે લોકોનું સ્થાનિક સરનામું હોતું નથી. જેના પગલે અમે 2005થી આ વિચરતી અને વિમુક્ત જાતિના લોકો માટે કામ કરવાનું નક્કી કર્યું. જેમ અન્ય લોકો માટે પણ પોલિસી બનાવવામાં આવે છેતેવી જ રીતે વિચરતી અને વિમુક્ત (nomadic and de notified tribes ) લોકો માટે પણ પોલીસી બનાવવામા આવે તે માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે બેસી કામ (Changemakers) કર્યું છે.
5000 લોકોને વિના વ્યાજે લોન આપીઃવધુમાં મિત્તલ પટેલે (Mittal Patel Social Worker) ઉમેર્યું હતું કે આ લોકો આર્થિક રીતે સક્ષમ હોતા નથી જેના કારણે છૂટક મજૂરી કરવા મજબૂર બને છે. જેને લઈ અમે અત્યાર સુધી અંદાજિત 5000 લોકોને વિના વ્યાજ લોન આપી છે. જે લોકો લોન લઈ શકતા નહોતાં તેમને સહાય આપવામાં આવી છે. જે લોકોને પોતાના મકાન નહોતા તેવા અંદાજિત 1500 જેટલા લોકોને પાકા મકાન બનાવી (Dill Se Desi )આપ્યા છે.
450 જેટલા બાળકો ફ્રી અભ્યાસ કરી રહ્યા છેઃ હાલના સમયમાં શિક્ષણ પ્રાપ્ત કરવું ખૂબ જ જરૂરી છે.પરંતુ વિચરતી અને વિમુક્ત જાતિના (nomadic and de notified tribes ) લોકો બાળકો અભ્યાસથી વંચિત રહી ન જાય તે માટે 450 જેટલા બાળકોને હોસ્ટેલ સાથે મફતમાં શિક્ષણ આપવામાં આવ્યું છે. આગામી સમયમાં ગાંધીનગરની બાજુ આવેલા પાનસર ખાતે નવું શિક્ષણ સંકુલ તૈયાર કરવામાં આવશે. જેમાં એક સાથે 2500 જેટલા બાળકો મફતમાં અભ્યાસ કરી શકશે.
આ પણ વાંચોઃ આ 'મર્દાની' સામે બધા 'પુષ્પારાજ' થઈ જાય છે ફેલ