અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા મોટા સમાચાર બહાર આવ્યા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ (naresh patel khodaldham)ના કોંગ્રેસમાં જોડાવા માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. હાલ તેઓ દિલ્હી (Naresh Patel In Delhi)માં પ્રશાંત કિશોરની સાથે છે. તો નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહી, તે હજી સત્તાવાર રીતે જાહેર થયું નથી. પરંતુ નરેશ પટેલ હાલ દિલ્હીમાં 2 દિવસ માટે ગયા છે. ત્યાં તેઓ ચૂંટણી રણનીતિકાર (Congress Election strategist) અને સોશિયલ મીડિયાના માધ્યમથીચૂંટણીજીતવાના તેમજ રાજકારણના દાવપેચ જાણનારા પ્રશાંત કિશોર સાથે છે.
નરેશ પટેલના નેજા હેઠળ કોંગ્રેસ ચૂંટણી લડશે-સૂત્રોના કહેવા પ્રમાણે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તે વાત અંતિમ તબક્કામાં છે. નરેશ પટેલ દિલ્હીમાં 2 દિવસ દરમિયાન સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને મળશે. તેમની સાથે પ્રશાંત કિશોર પણ રહેશે. ટૂંકમાં આ 2 દિવસમાં કોંગ્રેસ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Congress In Gujarat Assembly Election 2022) માટેના સોગઠા ગોઠવશે. તેમજ સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે, કોંગ્રેસમાંથી નરેશ પટેલ મુખ્યપ્રધાન પદના દાવેદાર પણ જાહેર થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, નરેશ પટેલના નેજા હેઠળ જ કોંગ્રેસ ગુજરાતમાં ચૂંટણી લડશે.
તમામ પક્ષોનું આમંત્રણ- નરેશ પટેલનું મૂળ ગોત્ર કોંગ્રેસનું છે. નરેશ પટેલ લેઉઆ પાટીદાર છે અને તેમણે વીરપુર પાસે ખોડલધામ બાંધ્યું ત્યારથી તેઓ વધુ લાઈમલાઈટમાં આવ્યા હતા. તેમના તમામ પક્ષો સાથે સારા સંબધો છે અને તમામ પક્ષના અગ્રણી રાજકારણી (Congress Politicians Gujarat) સાથે તેઓ ઘરોબો ધરાવે છે. નરેશ પટેલ તમામ નેતાઓને મળે છે અને રાજકીય સ્થિતિ અંગે ચર્ચા કરે છે. તેમને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી પક્ષમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે.