ગુજરાત

gujarat

ETV Bharat / city

Naresh Patel Delhi Visit: દિલ્હી કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા નરેશ પટેલ, કૉંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ - Prashant Kishor joins Congress

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દિલ્હીમાં કોંગ્રેસ દરબારમાં (Naresh Patel Delhi Visit) પહોંચ્યા છે. ત્યારે કોંગ્રેસમાં ટૂંક જ સમયમાં નવાજૂની થવાના એંધાણ (Naresh Patel meeting with Delhi Congress leaders) દેખાઈ રહ્યા છે.

Naresh Patel Delhi Visit: દિલ્હી કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા નરેશ પટેલ, કૉંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ
Naresh Patel Delhi Visit: દિલ્હી કોંગ્રેસ દરબારમાં પહોંચ્યા નરેશ પટેલ, કૉંગ્રેસમાં નવાજૂની થવાના એંધાણ

By

Published : Apr 23, 2022, 11:04 AM IST

અમદાવાદઃ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન આજે દિલ્હીમાં કોંગ્રેસ દરબારમાં હાજર થતા ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. અહીં નરેશ પટેલ પ્રશાંત કિશોર (Naresh Patel meets Prashant Kishor) સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે બેઠક (Naresh Patel meeting with Delhi Congress leaders) યોજશે. તો કોંગ્રેસમાં ટૂંક જ સમયમાં નવાજૂની થવાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે. નરેશ પટેલના કોંગ્રેસ આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે.

નરેશ પટેલ માટે ગોઠવાઈ રહ્યો છે તખ્તો -એવું લાગી રહ્યું છે કે, નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાનો તખ્તો દિલ્હીમાં ગોઠવાઈ રહ્યો છે. આ ચર્ચાઓ વચ્ચે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દિલ્હીની મુલાકાતે (Naresh Patel Delhi Visit) પહોંચ્યા છે. નરેશ પટેલ આજે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક (Naresh Patel meeting with Delhi Congress leaders) કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે ફાઈનલ બેઠક કરશે. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે.

ચૂંટણી માટે રાજકીય પક્ષોની તૈયારી - ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ટૂંક સમયમાં જ કોંગ્રેસમાં જોડાઈ (Naresh Patel Delhi Visit) તેવી પૂર્ણ શક્યતા છે. આપને જણાવી દઈએ કે, 5 રાજ્યોમાં હાર બાદ હવે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવાની પૂર્ણ તૈયારીઓ થઇ ચૂકી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને પ્રશાંત કિશોર વચ્ચે વાતચીત થઇ ચૂકી છે.

આ પણ વાંચો-NCP road Show in Bhavnagar: પ્રફુલ પટેલની ઝપટે ચડ્યાં હાર્દિક પટેલ, નરેશ પટેલ અને આપનું રાજકારણ, શું કરી ટીપ્પણી જાણો

પ્રશાંત કિશોર પણ જોડાશે કોંગ્રેસમાં -બીજી તરફ સૂત્રોની માહિતી પ્રમાણે, સોનિયા ગાંધીએ પ્રશાંત કિશોર અંગે થઈ લીલીઝંડી આપી દીધી છે. તેમના માટે કોંગ્રેસ દ્વારા અલગથી હોદ્દો પણ બનાવવામાં આવશે. પ્રશાંત કિશોર 29 એપ્રિલે કોંગ્રેસમાં સત્તાવાર રીતે પ્રવેશ (Prashant Kishor joins Congress) કરશે તેવી ચર્ચા ચાલી રહી છે. વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા બાદ મંજૂરી મળી ચૂકી છે. કોંગ્રેસમાં પ્રશાંત કિશોરને મળશે મહત્વની જવાબદારી સોંપવામાં આવશે.

જોકે, પ્રશાંત કિશોરની ટીમ થોડા દિવસો પહેલા જ ગુજરાત આવી હતી. તેમની ટીમ ગુજરાત ચૂંટણીને લઈને એક્ટિવ થઈ ગઈ છે. નરેશ પટેલ અને પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં મોટું પદ આપવામા આવી (Naresh Patel meeting with Delhi Congress leaders) શકે છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈને કોંગ્રેસમાં આ 2 દિગ્ગજ નેતાઓ આવે તો મોટો ફેર પડી શકે છે. 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. તે જોતા ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ એડીચોટીનુ જોર લગાવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો-Naresh Patel Khodaldham: નરેશ પટેલના રાજકારણમાં આવવાના નિર્ણયને પરિવાર આપશે સમર્થન? પુત્ર શિવરાજે જાણો શું કહ્યું

નરેશ પટેલના કોંગ્રેસ જોડાણમાં થઈ રહ્યો છે વિલંબ - નરેશ પટેલની ઈચ્છા છે કે, રાહુલ ગાંધી તેમને કોંગ્રેસમાં આવકારે. જોકે, હાલ રાહુલ ગાંધી વિદેશમાં છે. એટલે નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવા પર વિલંબ થઈ રહ્યો છે. તો કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે નરેશ પટેલ ફાઈનલ બેઠક (Naresh Patel meeting with Delhi Congress leaders) કરશે. આજની બેઠક બાદ હવે કોંગ્રેસમાં પ્રવેશ અંગે ટૂંક સમયમાં નરેશ પટેલ જાહેરાત કરશે.

ABOUT THE AUTHOR

...view details