અમદાવાદ- ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો રાજનીતિમાં જોડાવાનો અસ્વીકારનો રાજકીય અર્થ જાણવો જરુરી છે.તેમણે રાજકારણમાં જોડાવાનો નિર્ણય હાલ મોકૂફ (Naresh Patel Decision For Politics)રાખ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે મારા પુત્રને પણ કહીશ કે તે રાજકારણમાં ન જોડાય. પણ એક વાત છે કે તેઓ ખોડલધામમાં પોલિટીકલ એકડેમી શરૂ કરશે. સમાજના લોકો ત્યાં આવીને રાજકારણની ટ્રેનિંગ લેશે. નરેશ પટેલને આવકારવા માટે તમામ પક્ષો આતુર છે. દેશ સેવા કરવા માટે રાજકારણમાં આવવું જ જોઈએ, તેવી સલાહ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ આપી હતી.
ઘરડાં ગાડાં વાળે -નરેશ પટેલે સમાજના વડીલોનું માન રાખીને રાજકારણમાં નહીં જોડાવાનો નિર્ણય (Naresh Patel Decision For Politics)લીધો છે. નરેશ પટેલે માહિતી આપી હતી કે 80 ટકા યુવાનો કહી રહ્યા છે કે રાજકારણમાં જવું જોઈએ. 50 ટકા મહિલાઓએ સર્વેમાં કહ્યું રાજકારણમાં જોડાવું જોઈએ, અને વડીલોએ રાજકારણમાં જવાની ના પાડી છે. ઘરડાં ગાડાં વાળે તે ન્યાયે વડીલોનું સમ્માન જાળવીને નરેશ પટેલે હાલ તો પૂર્ણવિરામ મુકી દીધું છે.નરેશ પટેલનો રાજનીતિમાં જોડાવાનો અસ્વીકારનો રાજકીય અર્થ ઘણો બધો છે.
કોણ છે નરેશ પટેલ?-નરેશ પટેલ લેઉઆ પાટીદાર સમાજના કદાવર નેતા ((Khodaldham chairman Naresh Patel)) છે. તેઓ છ ભાઈબહેનોમાં સૌથી નાના છે. તેમનો જન્મ 11 જુલાઈ, 1965ના રોજ થયો હતો. રાજકોટમાં પટેલ બ્રાસ વર્કસના એમડી છે નરેશ પટેલ. તેમની કંપની વિશ્વના 20 દેશોનું કામ કરે છે. તેમના પિતા રવજીભાઈ પટેલ મૂળ કોંગ્રેસી હતાં. એટલે નરેશ પટેલનો ઝૂકાવ કોંગ્રેસ તરફી રહે તે સ્વભાવિક છે.
કોંગ્રેસ શા માટે પસંદ ન કર્યું? -નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવું જોડાવું કરતા હતાં. પણ પ્રશાંત કિશોર(PK) કોંગ્રેસમાં જોડાયા નહી. નરેશભાઈએ પ્રશાંત કિશોરને પણ પુછયું હતું કે મારે રાજકારણમાં જોડાવું જોઈએ કે નહી, અને તે પણ કોંગ્રેસમાં જોડાવું જોઈએ કે નહી? તે દરમિયાન પીકે કોંગ્રેસમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે બેઠકોનો દોર હતો, પણ પીકેની શરતો કોંગ્રેસે માન્ય ન રાખી જેથી પ્રશાંત કિશોર કોંગ્રેસમાં (Naresh Patel Decision For Politics)આવ્યા નહી. હવે જ્યારે પીકે જ કોંગ્રેસમાં ન આવે તો પછી નરેશ પટેલને શા માટે સલાહ આપે કે તેમણે કોંગ્રેસમાં જોડાવું જોઈએ. કોંગ્રેસમાં હાલ નેતૃત્વનો મોટો પ્રશ્ન છે અને કોંગ્રેસનો જાદુ જતો રહ્યો છે. પ્રજા અને નેતાઓ કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યા છે.
નરેશભાઈને આમંત્રણ આપનાર હાર્દિક ભાજપમાં જોડાઈ ગયા-નરેશ પટેલને કોંગ્રેસમાં આવવાનું આમંત્રણ આપનાર હાર્દિક પટેલે જ કોંગ્રેસ છોડી છે. કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ પદે રહ્યા પછી રાજીનામું આપ્યા પછી કોંગ્રેસની નેતાગીરી સામે મીડિયા સમક્ષ ભારે બળાપો વ્યકત કર્યો હતો. નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાનું લેખિતમાં આમંત્રણ આપનાર હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. હવે નરેશ પટેલ શા માટે કોંગ્રેસ જોડાય. જ્યારે છેલ્લે હાર્દિક અને નરેશ પટેલ સાથે બેઠક થઈ ત્યારે હાર્દિકે નરેશભાઈને કોંગ્રેસની તમામ વાતથી વાકેફ કર્યા હતાં.
નરેશ પટેલ ભાજપમાં કેમ ન જોડાયા? -નરેશ પટેલ ભાજપમાં નથી જોડાયા. પણ સૌરાષ્ટ્રનો લેઉઆ પાટીદાર સમાજ ભાજપ તરફી છે અને હિન્દુત્વવાદી વિચારસરણીને કારણે ભાજપને અપનાવ્યો છે. નરેશ પટેલ ભાજપમાં કેમ ન જોડાયા તે પ્રશ્ન છે, ભાજપ સાથે ગયા વગર જ તેમનો સપોર્ટ ભાજપને હોય તે સ્વાભાવિક છે. કારણ કે પાટીદાર સમાજનું માન રાખનાર નરેશ પટેલ ભાજપ પ્રત્યે સોફટ કોર્નર રાખવું તેમના માટે યોગ્ય છે. પણ જો ખોડલધામ નરેશ ભાજપમાં આવ્યા હોત તો તેમનો માન મોભો અને મરતબો વધુ વધ્યો હોત. તેમને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પણ મળત અને તેઓ જીતીને વિધાનસભામાં પણ જાત. તેઓ કેબિનેટ પ્રધાન પણ બન્યાં હોત. પણ કોણ જાણે ભાજપમાં ન જોડાયા(Naresh Patel Decision For Politics) તે પ્રશ્ન તમામ રાજકીય સમીક્ષકો માટે ચિંતનનો વિષય છે.