ન્યૂઝ ડેસ્ક :દેશમાં પ્રથમ વખત ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપનાર (Naresh kanodiya) નરેશ કનોડિયા અને મહેશ કોનડિયાની (Mahesh kanodiya) બેલડીને સંયુક્ત મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કુલ 5 ગુજરાતીઓને આ એવોર્ડ (Padma Shree Award 2021) એનાયત કરવામાં આવ્યો છે.
મહેશ કનોડિયાનું સંઘર્ષ ભરેલું સફળ જીવન
મહેશ કનોડિયાનું સફળ જીવન તેમના સતત ને સખત સંઘર્ષને આભારી છે. તેઓ તેમના સંઘર્ષના દિવસોમાં મ્યૂઝિકલ પ્રોગ્રામ કરતા હતા. તેમના ગળામાં કુદરતી બક્ષિસ હતી. તેઓ સ્ત્રીના અવાજમાં પણ સુંદર રીતે ગાઈ શકતા હતા. 1980ના દાયકમાં તેમણે ગુજરાતી ફિલ્મોમાં સંગીતકાર તરીકે કામ કર્યું હતું. મહેશ કનોડિયાએ વણઝારી વાવ, તમે રે ચંપો અને અમે કેળ, મેરુ માલણ, જોગસંજોગ, સાયબો મારો ગુલાબનો છોડ સહિત અનેક ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝિક કંપોઝ કર્યું હતું.
- મહેશ કનોડિયાને એનાયત થયેલા એવોર્ડ આ પ્રમાણે છે
- વર્ષ 1970-71માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે
- વર્ષ 1974-75માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે
- વર્ષ 1980-81માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે
- વર્ષ 1980-81માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે
- વર્ષ 1981-82માં શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે
- વર્ષ 1991-92માં શ્રેષ્ઠ સંગીતકારનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે
- મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો મહેશ કનોડિયાનો જન્મ
મહેશ કનોડિયાનો જન્મ મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. તેમના પિતાની આર્થિક સ્થિતિ ખૂબ જ સાધારણ હતી. તેઓ વણાટકામ કરીને ઘરનું ગુજરાત ચલાવતા હતાં. મહેશ કનોડિયાએ ઘણી નાની ઉંમરમાં જ તેમના ભાઈ નરેશ કનોડિયા સાથે સ્ટેજ પર પ્રોગ્રામ આપવાની શરૂઆત કરી હતી. જ્યારે મહેશ કનોડિયા સ્ટેજ પ્રોગ્રામ આપતા ત્યારે તેમના ભાઈ નરેશ કનોડિયા એન્કરિંગ કરતા હતા. બાદમાં તેઓ 'મહેશ-નરેશ'ની જોડીથી પણ ઘણા લોકપ્રિય થયા હતા.
નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત