અમદાવાદઃ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણેય આરોપી પ્રકાશ શર્મા, રવિકાંત સિન્હા, બાબુભાઈ પટેલએ ત્રણેય આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ ફરિયાદ રદ કરવા હાઇકોર્ટમાં રિટ દાખલ કરી હતી. નોંધનીય છે કે આ આગની ઘટના પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગને લગભગ 15 કલાક જહેમત ઉઠાવવી પડી હતી.
ડેનીમ ફેક્ટરીમાં આગ: FIR રદ કરવા ત્રણ આરોપીઓની હાઇકોર્ટમાં અરજી - ડેનીમ ફેક્ટરી
અમદાવાદના નારોલ-પીરાણા હાઈવે પર આવેલી ડેનીમ ફેક્ટરીમાં આગ લાગવાના કેસમાં ધરપકડ કરાયેલા ત્રણ આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
ડેનીમ ફેક્ટરીમાં આગ: FIR રદ કરવા ત્રણ આરોપીઓની હાઇકોર્ટમાં અરજી
નારોલ પોલીસે આ કેસમાં આઈપીસીની કલમ 304 મુજબ 6 લોકો વિરોધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરનાર ત્રણ આરોપીઓ પણ સામેલ છે. આગનો હાલ કારણ સામે આવી શક્યું નથી, પરંતુ તેને એફએસએલ તપાસ કરવામાં આવશે.