- પ્રદેશ ભાજપ દ્વારા 'નમો એપ' ના વિસ્તારણનું આયોજન
- 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિન
- ભાજપના કાર્યકરો નમો એપથી કાર્યક્રમમાં જોડાશે
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરે 71 મો જન્મદિન આવી રહ્યો છે. જેની ઉજવણીને લઈને ભાજપ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા આ દિવસે કાર્યકરો મોટા પાયે ' નમો' એપથી જોડાય તેવું આયોજન કરાઈ રહ્યું છે. જેને લઈને પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે 'નમો' એપ અંગે કાર્યશાળાનું આયોજન કરાયું હતું. નમો એપની જિલ્લા અને તાલુકા સ્તરની કાર્યશાળાનું આયોજન જન્માષ્ટમી બાદ કરાશે. કાર્યકરોનો ઉદ્દેશ 'નમો' એપના માધ્યમથી લોકો સુધી સરકારી યોજનાની માહિતી પહોંચાડવાનો રહેશે.