ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University)માં LLMના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ (Hall Ticket)માં નામ અને ફોટો અલગ-અલગ વિદ્યાર્થીના - off-line exam

ગુજરાત યુનિવર્સીટી ( Gujarat University)માં પરીક્ષામાં અનેક છબરડા થઇ રહ્યા છે. ત્યારે ઓનલાઈન પરીક્ષામાં પણ છબરડા થઇ રહ્યા હતા. જે બાદ હવે 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. પરંતુ પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોલ ટિકિટમાં છબરડા જોવા મળ્યા છે. LLMના વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હોલ ટિકિટમાં નામ અલગ વિદ્યાર્થીનું અને ફોટો અલગ વિદ્યાર્થીનો છે. જેનાથી વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા છે.

ગુજરાત યુનિવર્સીટી
ગુજરાત યુનિવર્સીટી

By

Published : Jul 4, 2021, 1:24 PM IST

  • ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University)ની વધુ એક બેદરકારી સામે આવી
  • LLMની હોલ ટિકિટમાં નામ અને ફોટો જુદા-જુદા વિદ્યારિથીના
  • યુનિવર્સિટીના સત્તધીશોએ મીડિયાના ફોન ઉપાડવાનું બંધ કર્યું

અમદાવાદ :ગુજરાત યુનિવર્સીટીમાં 6 જુલાઈથી અલગ-અલગ પરીક્ષાઓ ઓફલાઈન યોજાવવાની છે. ત્યારે LLM સેમેસ્ટર-2ની પણ ઓફલાઈન પરીક્ષા યોજાવવાની છે. ત્યારે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવમાં આવી છે. હોલ ટિકિટ (Hall Ticket)માં વિદ્યાર્થીઓનું નામ અલગ છે. જયારે ફોટા પણ અલગ છે. હોલ ટિકિટમાં છોકરાનું નામ અને ફોટો અલગ છોકરીનો છે. વિદ્યાર્થીઓ પાસે હોલ ટિકિટ આવતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે.

LLMના વિદ્યાર્થીની હોલ ટિકિટ
LLMના વિદ્યાર્થીની હોલ ટિકિટ

આ પણ વાંચો : Naseeruddin Shah Health Update: અભિનેતાની હાલત સ્થિર, હાલ ડોકટરોની દેખરેખ હેઠળ

ટિકિટમાં છબરડા થતા કલ્પેન વોરાનો પણ સંપર્ક કરવામાં આવ્યો

પરીક્ષાની તમામ કામગીરી પરીક્ષા નિયામક કલ્પેન વોરા દ્વારા કરવામાં આવે છે. ત્યારે હોલ ટિકિટમાં છબરડા થતા કલ્પેન વોરાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે કલ્પેન વોરાએ જવાબ આપવાની જગ્યાએ ફોન ઉપાડવાનું જ ટાળ્યું હતું. આ ઉપરાંત કુલપતિનો આ મુદ્દે સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા તેમને પણ ફોન ઉપાડવાની તસ્તી લીધી ન હતી. 6 જુલાઈથી પરીક્ષા છે અને 3 જુલાઈએ છબરડાવાડી હોલ ટિકિટ વિદ્યાર્થીઓને મળી છે. ત્યારે હવે કેવી રીતે પરીક્ષા આપવી તે અંગે વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા છે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીનો સ્વીકાર્યો પડકાર

કુલપતિ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી જ યુનિવર્સિટીનું સંચાલન કરે

બીજી તરફ કુલપતિ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી જ યુનિવર્સિટીનું સંચાલન કરે છે તેવું પણ સામે આવ્યું છે. જ્યારે યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓના પ્રશ્નો હલ કરવા માટે બેઠા હોય છે. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં કોઈ કુલપતિ, ઉપકુલપતિ, રજીસ્ટર હાજર હોતા જ નથી. ત્યારે ગુજરાત યુનિવર્સિટી ક્યારે પોતાની ભૂલો કરવાનું બંધ કરશે તે જોવું રહ્યું છે. ત્યારે હંમેશા વિવાદોમાં ઘેરાયેલી યુનિવર્સિટી હમેશા વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરતું આવી છે.

ABOUT THE AUTHOR

...view details