અમદાવાદ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation Ahmedabad )દ્વારા તેમના દ્વારા સંચાલિત થતી શાળાઓ માટે બજેટ ડ્રાફ્ટ બજેટ (draft budget 2022-23) રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજે 887 કરોડના બજેટમાં અનેક મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. આજે રજૂ થયેલા બજેટમાં AMC સ્કૂલ બોર્ડ સમિતિના (Nagar Primary Education Committee) ચેરમેન અને સભ્યો સાથે DEO હાજર રહ્યા હતા.
ફાયર સેફટી અને RO પાણી માટે 10 કરોડની જોગવાઈ
આ ડ્રાફ્ટ બજેટમાં 559 કરોડ 11 લાખ જેટલી સરકારી ગ્રાન્ટ અને 327 કરોડ 88 લાખ જેટલી કોર્પોરેશન ગ્રાન્ટ આપવામાં આવશે, જ્યારે શહેરમાં હજુ 7 અત્યાધુનિક ટેકનોલોજી વાળી અનુપમ સ્કૂલો તૈયાર કરવામાં આવશે, આ ઉપરાંત શહેરમાં 7 જેટલી અંગ્રેજી માધ્યમની સ્કૂલો પણ શરૂ કરવામાં આવશે. હાલમાં આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, ત્યારે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે 122 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ફિટ ઇન્ડિયા અંતર્ગત રમત ગમતના અત્યાધુનિક સાધનો પણ આપવામાં આવશે.
AMCની સ્કૂલોમાં શિક્ષકોની અછત