- મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચાંદીની રાખડી બનાવી
- રક્ષાબંધનનો તહેવાર 22 ઓગસ્ટના રોજ ઉજવાશે
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ બનાવી હાથ પર રાખડી બાંધી
અમદાવાદ- રક્ષાબંધનનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે ઠેર-ઠેર અવનવી રાખડીઓ બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં રહેતી મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચાંદીની રાખડી બનાવી છે. ત્યારે આ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્ટેચ્યૂ બનાવી અને તેમના હાથ પર રાખડી બાંધી છે.
મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચાંદીની રાખડી બનાવી આ પણ વાંચો- પાકિસ્તાની બહેને પોતાના ભારતીય ભાઈને રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલી
છેલ્લા સાત વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલે છે
આ અંગે ETV Bharatના સંવાદદાતા જોડે વાત કરતા જમાલપુરની મુસ્લિમ મહિલાઓએ જણાવ્યું હતું કે, અમદાવાદના જમાલપુરથી અમે છેલ્લા સાત વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલીએ છીએ, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે પણ તમામ મુસ્લિમ મહિલાઓએ અહીંથી રાખડી મોકલી હતી.
મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચાંદીની રાખડી બનાવી આ વર્ષે અમે ચાંદીની રાખડી બનાવી છે: મુસ્લિમ મહિલાઓ
વધુમાં મુસ્લિમ મહિલાઓએ કહ્યું કે, આ વર્ષે અમે ચાંદીની રાખડી બનાવી છે. અમે આ રાખડી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કુરિયર દ્વારા મોકલીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમારા ભાઈ છે તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે.
મુસ્લિમ મહિલાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચાંદીની રાખડી બનાવી આ પણ વાંચો- વડોદરા જિલ્લા કલેક્ટર અને મહિલા કર્મચારીઓએ જવાનોને બાંધી રાખડી
અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાબંધનના પ્રસંગે મળવા માંગીએ છીએ: મુસ્લિમ મહિલાઓ
આ મહિલાઓએ છેલ્લે કહ્યું કે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રક્ષાબંધનના પ્રસંગે મળવા માંગીએ છીએ, પરંતુ તેમને મળવું ખૂબ જ મુશ્કેલ છે, તેથી અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા બનાવી છે અને તેમના હાથ પર રાખડી બાંધી છે. હવે આ મુસ્લિમ મહિલાઓનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનું સ્વપ્ન ક્યારે સાકાર થશે તે જોવાનું રહ્યું.